તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Candidates For Ahmedabad District Corporation, Panchayat Woke Up At The Last Minute, Office Fell Down To Fill Up Election Forms On The Last Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:અમદાવાદ જિલ્લાની પાલિકા, પંચાયત માટે ઉમેદવારો છેલ્લી ઘડીએ જાગ્યા, અંતિમ દિવસે ચૂંટણીમાં ફોર્મ ભરવા કચેરીએ પડાપડી

અમદાવાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાવળામાં છેલ્લી ઘડીએ ઉમેદવારો ટેકેદારો સાથે ઊમટ્યા હતા. - Divya Bhaskar
બાવળામાં છેલ્લી ઘડીએ ઉમેદવારો ટેકેદારો સાથે ઊમટ્યા હતા.

અમદાવાદ જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટેના અંતિમ દિવસે શનિવારે ઉમેદવારો મોટી સંખ્યામાં કચેરીએ ઉમટી પડ્યા હતા.બેઠક કરતાં વધુ પ્રમાણમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હવે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં રહેશે તે સ્પષ્ટ થશે.

સાણંદ તાલુકાની 6 સીટો ઉપર સાણંદ પ્રાંત કચેરી ખાતે શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે તેઓના ટેકેદારો આવ્યા હતા. જિલ્લા પંચાયતની સાણંદ તાલુકાની ચાંગોદર, ચેખલા, માણકોલ, મોડાસર, મોરૈયા, વિરોચનનગર સીટો ઉપર ભાજપ દ્વારા 11, કોંગ્રેસે દ્વારા 11, બી.એસ.પી દ્વારા 2, આપ દ્વારા 5 તેમજ અપક્ષ દ્વારા 3 મળી કુલ 32 ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. વિરમગામ નગર પાલિકાની ચૂંટણી માટે 149 , તાલુકા ની સીટમાં 100 અને જિલ્લાની સીટમાં 23 ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.

ધોળકામા ભાજપ ,કોંગ્રેસ અને અપક્ષ થઈને 9 વોર્ડની 36 સીટો માટે આજે 110 ફોર્મ ભરવામાં આવ્યાં છે.ધંધુકા તાલુકા પંચાયતની ફૂલ 16 બેઠક માટે માટે 66 ફોર્મ ભરાયા છે ડમી ઉમેદવાર સાથેના આંકડા છે જ્યારે ધોલેરા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 58 ફોર્મ ડમી સાથે ભરાયા છે જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 30 ફોર્મ ભરાયા છે. બાવળા તાલુકામાં જીલ્લા પંચાયતની 4 સીટ અને તાલુકા પંચાયતની 18 સીટ તેમજ નગરપાલીકાનાં વોર્ડ નંબર-5ની 1 સીટ માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોએ ફોર્મ ભરવા માટે પોતાના ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી કંમ્પાઉન્ડ ઉમટી પડ્યા હતાં.

દેત્રોજ તાલુકાના સુંવાળા અને દેત્રોજ અને માંડલ તાલુકાના માંડલ અને સીતાપુર જિલ્લાની ચાર બેઠકોના ઉમેદવારોએ મંડલ મામલતદાર કચેરીએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના પ્રથમ દિવસથી અંતિમ દિવસ સુધી જિલ્લા પંચાયતની 4 બેઠકો પર 25 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. દેત્રોજ તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોએ ટેકેદારો સાથે ફોર્મ ભર્યા હતા. દેત્રોજ તાલુકા પંચાયત 16 બેઠક પર 84 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો