તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Candidates Could Not Log In Due To Server Issue In Gujarat University Exams, Alternative Arrangements Will Be Made For The Remaining Students.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાર્થી પરીક્ષા ન આપી શક્યા:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં સર્વરમાં ખામીને પરીક્ષાર્થી લોગ ઈન ન થઈ શક્યા, બાકી વિદ્યાથીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • BCOM,BBA,BSC,BA સહિત અનેક સ્ટ્રીમની સેમેસ્ટર 3 અને 5ની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ પણ ઓનલાઇન પરીક્ષા લેવાની ચાલુ જ છે ત્યારે BCOM,BBA,BSC,BA સહિત અનેક સ્ટ્રીમની સેમેસ્ટર 3 અને 5ની ઓનલાઇન પરીક્ષા આજથી શરૂ થઈ છે. જેમાં અનેક લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ આજથી શરૂ થયેલી પરીક્ષામાં સર્વરમાં ખામીને કારણે અનેક વિદ્યાર્થીઓ લોગ ઈન કરી શક્યા નહોતા. જેના કારણે આગામી સમયમાં ફરીથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.

49 હજાર પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા છે
ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ સ્ટ્રીમની પરીક્ષા કેટલાય સમયથી ચાલી રહી છે, ત્યારે BCOM,Bsc,BA સહિત અનેક સ્ટ્રીમની ઓનલાઇન પરીક્ષા આજથી શરૂ થઈ છે. અંદાજે 49 હજાર જેટલા વિદ્યાર્થીઓ આજથી શરૂ થનાર પરીક્ષા આપી રહ્યા છે, જેમાં સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. જ્યારે 1 સેમેસ્ટરની પણ પરીક્ષા પણ યોજાશે. જો કે આજથી શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષામાં સર્વરમાં ટેક્નિકલ ખામીને કારણે અનેક વિદ્યાર્થીઓના લોગ ઈન થઈ શક્યા નહોતા. સ્કેનરમાં ટેકનિકલ ખામીને કારણે લોગ એન એરર આવી હતી.

યુનિવર્સિટી વેબસાઇટ પર જાહેરાત કરશે
જે વિદ્યાર્થીઓના લોગ ઈન થઈ શક્યા નથી તેમના માટે આગામી દિવસોમાં ફરીથી ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે, તે માટે યુનિવર્સિટી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આજની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ વિકલ્પ પસંદ કર્યા હતા, તેમના સબમિટ થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓના પરીક્ષા પૂર્ણ થયા બાદ કમ્પલિટનો વિકલ્પ પસંદ કરવાનો બાકી હશે તેમને પણ જાતે જ સેવ થઈ જશે. સમગ્ર. બાબતે આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો