તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે 75 ઢોલી બુક કર્યા, ડીજે, ઓરકેસ્ટ્રાને હજુ ઓર્ડર મળ્યો નથી

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે ગરબા ન થતાં ઢોલી, ડીજે અને ઓરકેસ્ટ્રાને બેસી રહેવું પડ્યું હતું

કોરોનાને કારણે રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહીં એ માટે રાજ્ય સરકારે નવરાત્રીમાં કોઇપણ પ્રકારના ગરબા યોજાશે નહીં એવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જેના કારણે ગરબામાં વાર્ષિક કમાણી કરતા ઢોલીઓ, ડીજે અને ઓરકેસ્ટ્રાને મોટો ફટકો પડ્યો છે. પરંતુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને દરેક પક્ષે પોતાના પ્રચાર પ્રસાર માટે ઢોલીને બુક કરી લીધા છે. જ્યારે ડીજે અને ઓરકેસ્ટ્રાને હજુ સુધી ઓર્ડર મળ્યા નથી.

અમદાવાદની મહાનગરપાલિકાની વાત કરી એ તો અહી, ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિત અન્ય રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં આવ્યા છે. જેઓ પોતાના પ્રચાર પ્રસાર માટે ઢોલીઓ, ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે ઓરકેસ્ટ્રાને બોલાવતા હોય છે. નામાંકન થયા બાદ ધીરે ધીરે પ્રચાર પ્રસાર શરૂ થઇ ગયા છે. કોરોનાને કારણે નવરાત્રિમાં જે ઢોલ, નગારા, અને ડીજે વાગ્યા નહીં તે હવે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં વાગશે.

શહેરના 75 ઢોલીઓને અત્યાર સુધીમાં બુક કરી તેમને અલગ અલગ ઇવેન્ટ આપી દેવામાં આવી છે. જ્યારે ડીજે અને ઓરકેસ્ટ્રા પાર્ટીઓને હજુ સુધી કોઇ પાર્ટી દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા નથી. જ્યારે ઢોલીઓ નવરાત્રિની કસર પ્રચાર પ્રસારમાં ઉતારવાનું જણાવી રહ્યાં છે.

માત્ર 50 ટકા બુકિંગ થયું, ભાવમાં પણ ફટકો પડ્યો
ઢાલગરવાડ ઢોલ બજારના રાજુ પરમારે જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે જે ઢોલીઓને બુક કરતા હતા તેના કરતા આ વર્ષે 50 ટકા બુકિંગ મળ્યા છે. કોરોનાને કારણે મોટા ભાગના ઢોલીઓ પાસે કામ રહ્યું નથી. જેથી નવરા બેઠાં કરતા ચૂંટણી પ્રસાર માટે ઢોલીને જે ભાવ મળે તે ભાવે કામ લઇ રહ્યાં છે. પાર્ટીઓ આ વર્ષે ઢોલીઓને પૂરતા ભાવ આપી રહ્યાં નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો