તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ બનશે મેયર?:રાજ્યની છ મહાનગરપાલિકામાં OBC, SC અને ST કેટેગરીમાં જીતેલા ઉમેદવારને મેયરપદ મળવાની શક્યતા

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ડાબેથી અમિત શાહ અને અજય પટેલ સાથે હિતેશ બારોટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ડાબેથી અમિત શાહ અને અજય પટેલ સાથે હિતેશ બારોટની ફાઈલ તસવીર.
 • અમદાવાદમાં હિતેશ બારોટ અને રાજકોટમાં ભાનુબેન બાબરિયા મેયર બની શકે છે

રાજ્યમાં હાલમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો નક્કી થઈ ગયા છે. આ વખતે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. બીજી બાજુ, ઉમેદવારો જાહેર થતાં બંને મુખ્ય પક્ષોમાં વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે ગઈકાલે મોડી રાત્રે ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપ્યા હતા. છ મહાનગરપાલિકામાં હવે મેયર કોણ બનશે એની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. બિનઅનામત રહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મેયરપદની નવી ટર્મ OBC કે SC કોર્પોરેટર માટે રિર્ઝવ રહેશે એ નક્કી છે. જ્યારે વડોદરામાં ST કેટેગરી અને સૌરાષ્ટ્રનાં ત્રણ પૈકી એક કોર્પોરેશનમાં SC કેટેગરીના જીતેલા કોર્પોરેટરને મેયરપદ મળશે એમ કહેવાય છે.

મેયરપદના દાવેદાર ભાનુબેન બાબરિયા ખુલ્લી જીપમાં ફોર્મ ભરવા નીકળ્યાં હતાં.
મેયરપદના દાવેદાર ભાનુબેન બાબરિયા ખુલ્લી જીપમાં ફોર્મ ભરવા નીકળ્યાં હતાં.

6 શહેરમાં મેયરપદે કોણ આવશે એને લઈને ચારેકોર ઉત્તેજના
અમદાવાદ, સુરત જેવાં શહેરોમાં તો સામાન્ય બેઠકો પર ટિકિટની ફાળવણી થઈ છે ત્યારે ચૂંટણી બાદ 6 શહેરમાં મેયરપદે કોણ આવશે એને લઈને ચારેકોર ઉત્તેજના છે. મેયરપદના રિઝર્વેશનના રોટેશન માટે શહેરી વિકાસ વિભાગ UDD સરકારની ભલામણની રાહ જોઈ રહ્યો છે. આગામી સપ્તાહે એનું ગેઝેટ બહાર પડશે. એમ છતાંય એક દાયકાથી બિનઅનામત રહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મેયરપદની નવી ટર્મ OBC કે SC કોર્પોરેટર માટે રિઝર્વ રહેશે એ નક્કી છે. જ્યારે વડોદરામાં ST અને સૌરાષ્ટ્રનાં ત્રણ પૈકી એક કોર્પોરેશનમાં SC કોર્પોરેટરને મેયરપદ મળશે એમ કહેવાય છે.

ફોર્મ ભરતાં પહેલાં ભાજપના કાર્યકરોએ શપથ લીધા હતા.
ફોર્મ ભરતાં પહેલાં ભાજપના કાર્યકરોએ શપથ લીધા હતા.

અમદાવાદમાં હિતેશ બારોટ મેયર બની શકે છે
બીજી બાજુ, અમદાવાદ શહેરમાં ભાજપ માટે વર્ષોથી કામ કરી રહેલા હિતેશ બારોટને એકાએક સક્રિય રાજકારણમાં સામેલ કરી અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ ફાળવવામાં આવતાં આશ્ચર્ય સર્જાયું છે, પરંતુ ભાજપના ગણિત પ્રમાણે, AMCમાં નવું મેયરપદ પુરુષ અનામત હોવાથી હિતેશ બારોટને મેયરપદનો તાજ પહેરાવવા જ ચૂંટણીજંગમાં ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. હિતેશ બારોટ હાલ ADC(અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક) અને GSC(ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક)ના ડિરેક્ટર છે.

અમદાવાદમાં હિતેશ બારોટ મેયર બને એવી શક્યતા.
અમદાવાદમાં હિતેશ બારોટ મેયર બને એવી શક્યતા.

રાજકોટમાં ભાજપ શાસનમાં આવે તો ભાનુબેન બાબરિયા મેયર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારની સેન્સપ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનું નામ ન હતું, પરંતુ ભાજપે 72 ઉમેદવારની યાદી જાહેર કરી એમાં વોર્ડ નં.1માં ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ મનપામાં ગત મેયરની ટર્મ મહિલા અનામત હતી અને આગામી મેયરની ટર્મ એસસીએસટી અનામત આવે એવી સંભાવના છે, જેને પગલે ભાજપે અગાઉથી ભાનુબેનના નામની જાહેરાતની તૈયારી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો