PSIની પરીક્ષા ફરી વિવાદમાં:અમદાવાદમાં PSIની પરીક્ષામાં ડમી આઈકાર્ડ સાથે ઉમેદવાર ઝડપાયો, આધારકાર્ડ અને હોલ ટિકિટ પર જન્મ તારીખ અલગ હતી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ખંડ નિરીક્ષકની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી - Divya Bhaskar
પોલીસે ખંડ નિરીક્ષકની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
  • ખંડ નિરીક્ષકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
  • લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો

પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાનું રવિવારે રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગર કેન્દ્રો પર સવારે 9થી 11 સુધી રાજ્યભરના ઉમેદવારો પરીક્ષા આપી હતી. ત્યારે અમદાવાદમાં PSIની પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી. લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં ડમી આઈકાર્ડ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો. ખંડ નિરિક્ષકે તેના ડોક્યુમેન્ટ ખરાઈ કરવા માટે માંગ્યા ત્યારે તેમાં લખેલી જન્મ તારીખમાં વિસંગતતા જોવા મળી હતી. જેની ખંડ નિરીક્ષકે પોલીસને જાણ કરતાં પોલીસે ભાવનગરના યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતાં જ ડમી ઉમેદવાર ઝડપાયો
પોલીસ સુત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી લાયબ્રેરીની નજીક એસડી સ્કૂલ ઓફ કોમર્સ ખાતે PSIની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે જ્યારે ખંડ નિરીક્ષક દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક યુવકનું આધાર કાર્ડ ચેક કરતા તેમાં તેની જન્મતારીખ અને અન્ય ડોક્યુમેન્ટમાં તારીખની વિસંગતતા જોવા મળી હતી. જેના કારણે ખંડ નિરીક્ષક એ તાત્કાલિક પોલીસને બોલાવી હતી. ઉમેદવારનું નામ યુવરાજ સિંહ હિતેન્દ્રસિંહ ચુડાસમા હોવાનું સામે આવ્યું હતું ઉમેદવારની હોલ ટિકિટમાં તેની જન્મ તારીખ આધારકાર્ડમાં અલગ વર્ષ દેખાતું હતું આ અંગે ખરાઈ કર્યા બાદ નિરીક્ષકની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

રવિવારે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાઈ હતી
રવિવારે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાઈ હતી

લાંભાની ગીતા હાઈસ્કૂલમાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ
અમદાવાદમાં PSIની પરીક્ષા ફરી વિવાદમાં આવી હતી. લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ પેપર ફૂટ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. પેપર, OMR સીટ અને કોલ લેટર લઇ લેવાતા વિવાદ થયો હતો. બે કલાક સુધી વિદ્યાર્થીઓને કોલ લેટર આપવામાં આવ્યાં ન હતા. કેટલાક વિદ્યાર્થીઓએ OMRમાં જવાબ બાકી છોડ્યા હોય તેમના OMR શીટમાં સિરીઝ મેચ કરી જવાબ લખાયા હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો.