જાહેરનામું:ઉમેદવાર 3 વાહનમાં જ ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે જઈ શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાંચ જ ટેકેદારને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જઈ શકશે
  • ઉમેદવાર મતદાનના 48 કલાક પહેલાં જાહેરસભા નહિ કરી શકે

વિભાનસભાની ચૂંટણીમાં અમદાવાદમાં બીજા તબક્કામાં એટલે કે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જો કે મતદાનના દિવસે અને તે પહેલા ઉમેદવારોએ તેમ જ કાર્યકરોએ કયા નિયમો પાળવાના રહેશે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામા પ્રસિદ્ધ કર્યાં છે.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવનાર ઉમેદવારો ફોર્મ ભરવા જાય ત્યારે માત્ર 3 જ વાહનના કાફલામાં જઈ જકશે. જ્યારે ફોર્મ ભરવા જતી વખતે ઉમેદવાર માત્ર 5 જ ટેકેદાર સાથે ચૂંટણી અધિકારી પાસે જઈ શકશે. જ્યારે બાકીના ટેકેદારોએ વાહનો સાથે 100 મિટરની ત્રિજ્યાથી દૂર ઉભા રહેવું પડશે.

જ્યારે મતદાનના દિવસે કોઈ પણ વ્યકિત મતદાન મથકના 100 મિટરની હદમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ ફોન કે અન્ય કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ લઈને જઈ શકશે નહીં. જ્યારે મતદારોને મતદાન મથક સુધી લાવવા - લઈ જવા માટે ઉમેદવાર, તેમના પરિવારના સભ્યો કે કાર્યકરો કોઇ પણ પ્રકારના વાહનની વ્યવસ્થા કરી શકશે નહીં. જ્યારે મતદાનના 48 કલાક પહેલા કોઈ પણ ઉમેદવાર જાહેરસભા બોલાવી શકશે નહીં અને તેમાં હાજર પણ રહી શકશે નહીં.

જ્યારે મત આપવા જતા સ્ત્રી - પુરુષોએ તેમની અલગ લાઈનમાં ઉભા રહેવું અને વારાફરતી મત કુટીર સુધી રહેવું. આટલું જ નહીં મત આપ્યા પછી મતદાન કેન્દ્ર છોડીને જતા રહેવું પડશે. મતદાનના દિવસે કોઇ પણ વ્યકિતએ મત માટે પ્રચાર કરવો નહીં. મતદારોને ધાક ધમકી આપીને કે હેરાન કરીને મતદાન કરતા અટકાવવા નહીં. કોઇ પણ મતદારોને મત આપવા માટે આગ્રહ કરવો નહીં. કોને મત આપવા તે માટે કોઈને સજાવવા નહીં.

અન્ય સમાચારો પણ છે...