તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે:કોરોનાના કારણે પેસેન્જરો ન મળતા પશ્ચિમ રેલવેએ અમદાવાદથી જતી 8 જોડી સ્પેશ્યલ ટ્રેનો કેન્સલ કરી, 3 સ્પેશ્યલ ટ્રેનોના હોલ્ટ પણ રદ

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર
 • અમદાવાદથી મુંબઈ, ઈન્દોર, ધનબાદ સહિતના સ્થળોએ જતી 8 જોડી સ્પેશ્યલ ટ્રેનો કેન્સલ.
 • પશ્ચિમ રેલવે દ્વારા 3 જેટલી ટ્રેનોને હોલ્ટને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો.

ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે પેસેન્જરો ન મળતા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા અમદાવાદની 8 જોડી સ્પેશ્યલ ટ્રેનોને આગામી સૂચના સુધી કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુંબઈ-અમદાવાદ-મુંબઈ શતાબ્દી સ્પેશ્યલ, ડબલ ડેકર સ્પેશ્યલ સહિતની કેટલીક અન્ય ટ્રેનો વર્તમાન પરિસ્થિતિના કારણે રદ કરવામાં આવી છે.

રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે

 • ટ્રેન નંબર 02009/02010 મુંબઈ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 02931/02932 મુંબઈ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09071/09072 સુરત-મહુવા- સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09260 ભાવનગર-કોચેવેલી સ્પેશિયલ 4 મે 2021થી અને ટ્રેન નંબર 09259 કોમ્યુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09293 બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09310 ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021થી અને ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
 • ટ્રેન નંબર 09579 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને ટ્રેન નંબર 09580 દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

3 ટ્રેનોના હોલ્ટને રદ કરવામાં આવ્યા
આ સાથે જ રેલવે દ્વારા 3 સ્પેશ્યલ ટ્રેનોના કેટલાક સ્ટેશનો પર હોલ્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી, આ ટ્રેનો તેમની સામે બતાવેલ તારીખથી ઉપરોક્ત સ્ટેશનો પર રોકાશે નહી. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાના જણાવ્યા મુજબ હોલ્ટની વાપસીની વિગતો નીચે મુજબ છે.

 • 3 સપ્ટેમ્બર, 2021થી કોઇમ્બતુર થી ઉપડતી ટ્રેન નંબર 06614 કોઈમ્બતુર-રાજકોટ સ્પેશ્યલ બોઇસર સ્ટેશન પર રોકાશે નહી.
 • 4 સપ્ટેમ્બર, 2021 થી પુણેથી ઉપડતી ટ્રેન નંબર 01050 પુણે-અમદાવાદ સ્પેશ્યલ દહાનું રોડ અને વલસાડ સ્ટેશન પર રોકાશે નહીં .
 • 6 સપ્ટેમ્બર, 2021 થી પુણેથી ઉપડતી ટ્રેન નંબર 01192 પુણે-ભુજ સ્પેશ્યલ દહાનુ રોડ સ્ટેશન પર રોકાશે નહી.

પેસેન્જરોને કોવિડની SOP મુજબ ટ્રાવેલ કરવા સૂચના
​​​​પેસેન્જરોને સ્પેશિયલ ટ્રેન વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો