તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં દર વર્ષે 31 ડિસેમ્બરે રાતે હોટલ, ક્લબ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ અને ફાર્મ હાઉસોમાં મળીને 70 જગ્યાએ ડાન્સ પાર્ટીઓ યોજાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાને કારણે સરકારે હજુ સુધી ડાન્સ પાર્ટી યોજવા મંજૂરી આપી નથી, જેથી ચાલુ વર્ષે આ 70માંથી એક પણ જગ્યાએ ડાન્સ પાર્ટી યોજાશે નહીં. જોકે શહેરમાં ડાન્સ પાર્ટીઓ રદ થઈ હોવાથી આયોજકો અને ડીજે ઉદેપુર અને ગોવામાં ડાન્સ પાર્ટીઓ માટે બુકિંગ કરાવવા દોટ મુકી રહ્યા છે. આયોજકોનું કહેવું છે કે, હાલમાં ટુરિસ્ટર્સ માટે ઉદેપુર અને ગોવા બે જ જગ્યા ફેવરિટ હોવાથી લોકો નવા વર્ષની ઉજવણી અને પાર્ટી માટે આ બે જગ્યાએ જતા થયા છે.
આ 70 જગ્યાઓ એવી છે કે જ્યાં ડાન્સ પાર્ટીમાં જવા માટે પાસ ખરીદીને જવું પડે છે. આ સિવાયના 20થી 25 ફાર્મ હાઉસો એવા છે કે જ્યાં પર્સનલ ડાન્સ પાર્ટી યોજાય છે, જેમાં ફકત આમંત્રિતો જ જઈ શકે છે. જોકે ચાલુ વર્ષે સરકારે હજુ સુધી 31 ડિસેમ્બરની ડાન્સ પાર્ટી યોજવા માટે કોઈ જ સ્પષ્ટતા કરી નથી. પરંતુ હાલની અમદાવાદની સ્થિતિ જોતા આયોજકો તેમજ હોટલ-બેન્કવેટ-પાર્ટી-ફાર્મ હાઉસના માલિકોનું માનવું છે કે આ વર્ષે સરકાર ડાન્સ પાર્ટી માટે મંજૂરી નહીં જ આપે. જો કે યુવાપેઢી તો અમદાવાદમાં નહીં તો બહારગામ જઈને પણ ક્રિસમસ અને 31મી ડિસેમ્બરની ઉજવણી તો કરવાની જ છે. આથી આયોજકોનું કહેવું છે કે, આ વર્ષે અમે અમદાવાદમાં ડાન્સ પાર્ટી યોજી શક્યા નહીં હોવાથી હવે અમે ઉદેપુર અને ગોવામાં ડાન્સ પાર્ટી માટેનું આયોજન કર્યું છે અને જગ્યા નક્કી કરીને બુકિંગ પણ કરાવી લીધું છે.
આ કારણોથી સરકાર મંજૂરી નહીં આપી શકે
1. કોરોનાના કારણે સરકારે કાંકરિયા કાર્નિવલ રદ કર્યો હોવાથી ખાનગી કાર્યક્રમ માટે મંજૂરી નહીં આપે. 2. હાલમાં અમદાવાદમાં રાતે 9થી સવારના 6 સુધીનો કર્ફ્યૂ છે. 3. આયોજકો ડાન્સ પાર્ટી રાખે તો પણ લોકો કોરોના ડરના કારણે પાર્ટીમાં આવવાનું ટાળશે. 4. લગ્ન અને મરણમાં પણ લોકોની સંખ્યા નિર્ધારીત કરી છે, તો પછી ડાન્સ પાર્ટીને તો કેવી રીતે મંજૂરી આપે? 5. લગ્નના વરઘોડામાં પણ બેન્ડવાજા, ડીજે, વરઘોડા કે ફટાકડાની મંજૂરી નથી તો પાર્ટીમાં તો ડીજે કેવી રીતે વગાડી શકાય? 6. જો સરકાર 200 લોકોની મંજૂરી આપે તો પણ પોષાય તેમ નથી.
CG રોડ, SG હાઈવે પર ફરવા પણ નહીં નીકળી શકાય
દર વર્ષે 31 મી ડિસેમ્બરે રાતે અમદાવાદના લોકો મોટી સંખ્યામાં સીજી રોડ પર ફરવા નીકળે છે. જેના કારણે તે દિવસે સાંજ થી જ આખો સીજી રોડ વાહનચાલકો માટે બંધ કરી દેવાય છે. જ્યારે લોકો વાહનો લઈને એસજી હાઈવે ઉપર નીકળી પડે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે અને તેમાં પણ રાતે 9 પછી કર્ફ્યૂ હોવાથી લોકોએ નવું વર્ષ ઘરમાં જ ઉજવવું પડશે.
ચાલુ વર્ષે મેં ગોવામાં બે પાર્ટીનું બુકિંગ કરાવ્યું છે
હું દર વર્ષે 31 મી ડિસેમ્બરે રાતે સિંધુ ભવન રોડ પરના 3થી 4 પાર્ટી પ્લોટ અને હોટલોમાં ડાન્સ પાર્ટી કરું છું. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ડાન્સ પાર્ટી માટે મંજૂરી આપી ન હોવાથી મેં ગોવામાં 2 જગ્યાએ ડાન્સ પાર્ટી માટે બુકિંગ કરાવી લીધું છે. - ડી.જે.કબીર
ઉદેપુર નજીક હોવાથી ત્યાં બુકિંગ કરાવી લીધું
આ વર્ષે કોરોના મહામારીના કારણે શહેરમાં તમામ પ્રકારના નિયંત્રણ હોવાથી સરકારે મંજૂરી આપી નથી. જોકે 31 મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી માટે ઉદેપુર અમદાવાદથી નજીક હોવાથી લોકો ડાન્સ પાર્ટી માટે ત્યાં જવાનું પસંદ કરે છે. આથી મેં ઉદેપુરમાં 2 જગ્યાએ ડાન્સ પાર્ટીનું બુકિંગ કર્યું છે. > આર.જે.વિશાલ
સરકારે કોઇ ગાઈડલાઈન જાહેર નથી કરી
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, દિવાળી પછી જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે તેને જોઈને લાગતું નથી કે આ વર્ષે ડાન્સ પાર્ટી યોજાશે. દર વર્ષે 31મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી રાતે 9-10 વાગ્યાથી શરૂ થઇને 12 વાગ્યા સુધી ચાલે છે. જોકે હાલમાં અમદાવાદમાં રાતે 9 વાગ્યા પછી કર્ફ્યૂ છે. તેમજ ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરે રાતે ડાન્સ પાર્ટી યોજવા દેવા માટે સરકાર તરફથી કોઈ ગાઈડલાઈન આવી નથી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.