તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોટા પગારદાર અધિકારીની જરૂર ન હોય તો પોસ્ટ રદ કરો, બોર્ડ બેઠકમાં ભરતીની પુન: સમીક્ષા અંગે ચર્ચા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ ઇન્સ્પેક્ટરે અધિકારીને ફ્લેટ અપાવ્યાનો આક્ષેપ

શહેરમાં એકથી સવા લાખના માસિક પગારે નિમણૂક પામેલા આસિ. મ્યુનિ. કમિશનરોની નિમણૂક બિન ઉપયોગી હોવાની રજૂઆત બોર્ડમાં થઈ હતી. જે અધિકારીઓને ખબર ન પડે તેવાને પણ ટીપી અને એસ્ટેટની કામગીરી સોંપવામાં આવી છે, જેથી આ ભરતીની પુન: સમીક્ષા કરવા માટે મ્યુનિ. બોર્ડની બેઠકમાં ચર્ચા થઇ હતી.

કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ રજૂઆત કરી હતી કે, જમાલપુરની મ્યુનિ.ની શાળામાં ઉર્દૂના શિક્ષકો જ અંગ્રેજી ભણાવે છે. તેમણે યોગ્ય શિક્ષકની નિમણૂક કરવા માગ કરી હતી. એક કોર્પોરેટરે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચાંદખેડામાં એક ટીડીઓ શાખાના ઇન્સ્પેક્ટરે આસિ. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારીને એક ફ્લેટ અપાવ્યો છે, જેથી તેની બદલી કરવા છતાં પણ તે ઇન્સ્પેક્ટરની કામગીરી ચાંદખેડામાં જ રહી છે.

મેયર વિપક્ષને જ બોલવા દે છે તેવો ગણગણાટ
છેલ્લાં બે બોર્ડથી મેયર દ્વારા મહત્તમ સમય માત્ર કોંગ્રેસ અને વિપક્ષના સભ્યોને જ બોલવા માટે ફાળવવામાં આવે છે ત્યારે ભાજપના ચેરમેનને પણ તેમના વિકાસની વાતો રજૂ કરવા માટે સમય આપવો જોઇએ તેવો ગણગણાટ શરૂ થયો છે. એક તબક્કે બોર્ડની બેઠકમાં જ એક ભાજપના ચેરમેને ઊભા થઇને આ મુદ્દે ટિપ્પણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...