જામીન રદ:કેમિકલ બ્લાસ્ટ કેસમાં સાહિલ એન્ટરપ્રાઈઝના માલિકના જામીન રદ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પીપળજમાં આવેલા રેવાભાઈ એસ્ટેટમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થવાના કેસમાં સાહિલ એન્ટરપ્રાઈઝના માલિક હેતલ સુતરિયા અને ગોડાઉનના માલિક પ્રદીપ ભરવાડની જામીન અરજી એડિ.સેશન્સ જજ પ્રીતકમલ તીર્થરામે ફગાવી દીધી છે.

જેલમાં ધકેલાયેલા હેતલ સુતરિયા અને પ્રદીપ ભરવાડે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે રજૂઆત કરી હતી કે, આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષી અને પુરાવા સાથે ચેડાં થવાની સંભાવના છે. આથી આરોપીઓની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...