તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો નવો સ્ટ્રેઈન:30 એપ્રિલ સુધી તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટો રદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ હાલમાં તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટોનું સસ્પેન્શન 30 એપ્રિલ સુધી લંબાવી દીધુ છે. તેની સાથે જ અમદાવાદ - લંડન વચ્ચે વંદે ભારત મિશન હેઠળ ઓપરેટ થતી ફ્લાઈટ પણ કોરોનાના નવા સ્ટ્રેઈનને પગલે 16 એપ્રિલ સુધી રદ કરાઈ છે.

દેશમાં કોરોનાના કેસો શરૂ થતા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. દર મહિને કોરોનાના કેસોની સમિક્ષા કર્યા બાદ આ ફ્લાઈટોનું સસ્પેન્શન દર મહિને લંબાવાઈ રહ્યું છે. જો કે આ સમય દરમિયાન અન્ય દેશોમાં ફંસાયેલા અને જરૂરી કામથી આવવા જવા માંગતા લોકોની સુવિધા માટે એર ઇન્ડિયા સહિત કેટલિક એરલાઈન્સને પસંદગીના રૂટ પર વંદે ભારત મિશન અને એર બબલ સમજૂતીના ભાગરૂપે વિશેષ મંજૂરી સાથે ફ્લાઈટનું સંચાલન કરવાની સ્વીકૃતિ અપાઈ રહી છે. જો કે હાલમાં લંડનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેઈનને પગલે અમદાવાદથી લંડન વચ્ચે ઓપરેટ થતી ફ્લાઈટને 16 એપ્રિલ સુધી સંપૂર્ણ રદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો