તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Canara Bank In Ahmedabad Withdrew Rs 8.10 Lakh From 81 Transactions In 10 Days But The Bank Does Not Know From Which Account The Rupee Went.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:અમદાવાદમાં કેનરા બેંકમાં 10 દિવસમાં 81 ટ્રાન્ઝેક્શનથી રૂ.8.10 લાખ ઉપાડ્યા છતાં બેંકને ખબર નથી રૂપિયા કયા ખાતામાંથી ગયા

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેનરા બેંકની ગાંધીઆશ્રમ બ્રાંચની ઘટના, ગઠિયો એટીએમમાંથી રોજના 10 ટ્રાન્ઝેક્શન કરતો હતો
 • બેંકની સિસ્ટમ સાથે ચેડાં થયા હોવાની આશંકા, બેંક મેનેજરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

કેનરા બેંકના ગાંધીઆશ્રમ શાખામાં આવેલા એટીએમ સેન્ટરમાં 10 દિવસના સમયગાળામાં 81 વખત અલગ અલગ ટ્રાન્ઝેકશન કરીને દરવખતે રૂ.10 હજાર ઉપાડી કોઈ અજાણી વ્યકિતએ કુલ રૂ. 8.10 લાખ ઉપાડી બેંક સાથે છેતરપિંંડી આચરી હતી.આ બાબત બેંકના ધ્યાને આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. નોંધનીય છે કે ગઈ તારીખ 27 સેપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર 2020 દરમિયાન 10 દિવસમાં આ તમામ ટ્રાન્ઝેક્શનો કરવામાં આવ્યા હતા.

સાબરમતીમાં આવેલા ગાંધી આશ્રમ પાસે કેનરા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની બેંકમાં ગ્રાહકોની સગવડ માટે એટીએમ સેન્ટર રાખવામાં આવ્યુ છે. જેમાં ગઈ તા.27 સપ્ટેમ્બરથી 6 ઓકટોબર, 2020 દરમિયાન કુલ 81 જેટલા વ્યવહારો કરીને કુલ રૂ. 8.10 લાખની રકમ કોઈ અજાણ્યા ઈસમોએ ઉપાડી લીધા હતા. આ તમામ ટ્રાનઝેકશન બેંકની હેડ ઓફીસ દ્રારા શંકાસ્પદ જણાતા તેમને આ અંગે તપાસ કરવાની સુચના આપવામાં આવી હતી.જેમાં કુલ 81 ટ્રાન્જેકશનોના સીસીટીવી ફુટેજ તથા એટીએમ હેડનુ એકાઉન્ટ ચેક કરતા તમામ ટ્રાન્જેકશનોની રકમ સીસ્ટમ સાથે મેચ થઈ હતી. પરંતુ કોના ખાતામાં ડેબિટ થાય છે તેની વિગત હજુ સુધી મળી નથી.

સામાન્ય રીતે બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા કાર્ડની જે તે શાખામાં નોંધણી કરવામાં આવતી હોય છે. જેના આધારે જો કોઈ વ્યક્તિ એટીએમમાંથી પૈસા ઉપાડે તો તેના દ્વારા વપરાયેલું કાર્ડ કઇ બ્રાન્ચમાંથી ઇશ્યૂ થયું છે તે જાણી શકાય છે. જો કે આ બનાવમાં 81 વખત ઉપયોગમાં લેવાયેલા ત્રણ કાર્ડ કેનરા બેંકની ગાંધીઆશ્રમ શાખામાંથી ઇશ્યૂ થયા હોવાનું બેેંકની આતંરિક તપાસમાં બહાર આવ્યું છે. આ તબક્કે બેંકની સિસ્ટમ સાથે ચેડા થયાની આશંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.

ગઠિયો ત્રણ જુદા-જુદા કાર્ડનો ઉપયોગ કરી પૈસા ઉપાડતો હતો
બેંક દ્વારા 81 ટ્રાન્ઝેકશનની તપાસ કરવામાં આવતા તે બેંકની સિસ્ટમ સાથે મેચ થઈ હતી. પરંતુ કોના ખાતામાં ડેબિટ થઈ તે જણાતું નથી. જોકે આ તમામ ટ્રાન્ઝેક્શન ત્રણ અલગ અલગ કાર્ડ દ્વારા કરવામાં આવ્યા હોવાનું બેંકની તપાસમાં જાણવા મળ્યું હતું. આમ કોઈએ બેંકની સિસ્ટમમાં ચેડાં કરીને કુલ રૂ 81.10 લાખ ઉપાડી લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

હજુ આરોપીની ઓળખ થઈ નથી
કેનરા બેંકની ગાંધી આશ્રમ શાખાના એટીએમમાં પૈસા ઉપાડી છેતરપિંડી કરનારી વ્યકિતએ 10 દિવસ સુધી રોજ 10 વખત બેંકમાં આવીને દરવખતે 10 હજાર, એમ રોજના 1 લાખ ઉપાડ્યા હોવાનું મનાય છે. જોકે સીસીટીવીમાં આરોપીની ઓળખ થઈ નહીં હોવાની માહિતી પોલીસ સૂત્રોેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો