તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનું વધુ એક આંદોલન:શિક્ષણ વિભાગના વહીવટીતંત્ર માટે IAS-IPSની જેમ IES લાવવા ટ્વીટર પર અભિયાન, @PMOને ટેગ કરીને ટ્વીટ કર્યાં

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસના નામથી ટ્વીટ અને @PMOને ટેગ કરીને ટ્વીટ શરૂ કરવામાં આવ્યા - Divya Bhaskar
ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસના નામથી ટ્વીટ અને @PMOને ટેગ કરીને ટ્વીટ શરૂ કરવામાં આવ્યા
  • IESની માંગણીને લઈ ટ્વીટર પર ટ્વીટનો મારો ચલાવ્યો

શિક્ષકોના આંદોલનનો હજુ અંત આવ્યો નથી ત્યાં શિક્ષક વિભાગના વધુ એક પ્રશ્નને લઈને બીજું અભિયાન શરૂ થયું છે. જે પ્રમાણે IAS(ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ), IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અને IRS(ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ) છે તે પ્રમાણે શિક્ષણ વિભાગના વહીવટી તંત્ર માટે IES(ઈન્ડિયન એજ્યુકેશન સર્વિસ) લાવવાની માંગણી ઉઠી છે.માંગણીને લઈને ટ્વીટર પર ટ્વીટનો મારો ચાલ્યો છે. જેમાં અનેક પ્રોફેસર અને શિક્ષકોએ ટ્વીટ કર્યું છે.

શિક્ષકો અને પ્રોફેસરો સહિત અનેક લોકોએ ટ્વીટ કર્યાં
રવિવારની સવારે 10 વાગ્યાથી ટ્વીટર પર #IES એટલે કે ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસના નામથી ટ્વીટ અને @PMOને ટેગ કરીને ટ્વીટ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક શિક્ષકો અને પ્રોફેસર તથા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ અનેક લોકોએ ટ્વીટ કરીને અભિયાન શરૂ કર્યું છે.

આંદોલન આગળ જતાં વેગ પકડી શકે
આ અભિયાન રાજ્યભરના અનેક શિક્ષણ વિભાગના હોદેદારોએ શરૂ કર્યું છે. ટ્વીટર પર સવારથી જ શરુ થયેલ આંદોલનને સારો પ્રતિસાદ મળ્યો છે. આજથી શરૂ થયેલું આંદોલન આગળ જતાં વેગ પકડી શકે છે અને શિક્ષણ વિભાગને વધુ એક આંદોલનનો સામનો કરવો પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...