વિવાદ:કેમ્પ હનુમાનમાં દર્શનનો સમય વધારવા માટે ભક્તોનું અભિયાન; આંતરિક વિવાદને કારણે નિર્ણય લેવાતો નહીં હોવાની ચર્ચા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પ હનુમાન મંદિર, અમદાવાદ - ફાઇલ તસવીર - Divya Bhaskar
કેમ્પ હનુમાન મંદિર, અમદાવાદ - ફાઇલ તસવીર
  • ટ્રસ્ટીઓ કેન્ટોનમેન્ટ મંજૂરી નહીં આપતું હોવાનું રટણ કરે છે

શાહીબાગ આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદિરમાં સમય વધારવા અને પ્રસાદ વિતરણ કરવા ભક્તોએ અભિયાન હાથ ધર્યુ છે. કેટલાક ભક્તો આર્મી કેન્ટોનમેન્ટ સહિત રાજ્યના ધાર્મિક અને પ્રવાસન વિભાગમાં રજૂઆત કરી છે. મંદિરના ટ્રસ્ટીએ કહ્યું કે, આગામી ટ્રસ્ટી મંડળના સભ્યોની મિટીંગમાં સપ્તાહ પછી સમય વધારવાે કે નહીં તેનો નિર્ણય લેવાશે.

કોરોનાના નિયંત્રણો હળવા થવા છતાં કેમ્પ હનુમાન મંદિરમાં આંતરિક વિવાદના કારણે સમયમાં કોઈ વધારો કરાતો નહીં હોવાનું મનાય છે. હાલમાં પણ પ્રત્યેક શનિવારે મંદિર નિયત સમય બંધ કરી દેવાય છે. કોરોના પૂર્વે મંદિરનો સમય સવાર 6.00 વાગ્યાથી રાતના 10.00 અને શનિવારે સવાર 5.30થી રાતના 10.30 વાગ્યા સુધીનો હતો. હાલ કોરોના 50થી ઓછા કેસ હોવા છતાં તમામ દિવસો માટે સવાર 8.00 થી સાંજના 7.30 વાગ્યા સુધી જ મંદિરનો સમય છે.

સમય અને પ્રસાદ માટે અભિયાન ચલાવી રહેલા કેટલાક ભક્તોએ કહ્યું કે, કોરોના કેસ ઘટતા મંદિરોમાં ઉત્સવ શરૂ થઇ ગયા છે. માત્ર કેમ્પ હનુમાન મંદિરમાં જ સમય મર્યાદા વધારવામાં આવતી નથી. મંદરિના પુજારીઓ ટ્રસ્ટી સમક્ષ રજૂઆત કરવાનું કહે છે અને ટ્રસ્ટીઓ આર્મી કેન્ટોમેન્ટ તરફથી સમય વધારવા અને પ્રસાદની છૂટ નહીં અપાતી હોવાનું રટણ કરે છે.

ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવા નિર્ણય લેવાશે
આગામી ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવાનો નિર્ણય કરાશે. એક સપ્તાહમાં સમય વધારવાનો નિર્ણય લેવાઇ જશે. સમય મર્યાદા કેટલી વધારાશે ? તે નક્કી નથી. આર્મી કેન્ટોનમેન્ટ તરફથી પ્રસાદ વિતરણની મંજુરી મળતી નથી. પરંતુ 15મી એપ્રિલે હનુમાન જયંતિ પર્વની ઉજવણીમાં પ્રસાદનું વિતરણ થશે. > સુધીર નાણાવટી, ટ્રસ્ટી સભ્ય, કેમ્પ હનુમાન મંદિર

અન્ય સમાચારો પણ છે...