ડિફેન્સ ઓથોરિટીની મંજૂરી બાકી:કેમ્પ હનુમાન મંદિર હજુ 7 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે, હાલ મંદિરમાં નિયત સમય આરતી થાય છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમ્પ હનુમાન - ફાઇલ તસવીર - Divya Bhaskar
કેમ્પ હનુમાન - ફાઇલ તસવીર

શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલું સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ હતું. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ પહેલી ફેબ્રુઆરીથી મંદિર ખોલવા ડિફેન્સ ઓથોરિટીની લેખિત મંજૂરી માંગ હતી. જેનો જવાબ નહીં મળતા નિર્ણય બદલીને 7મી ફેબ્રુઆરીએ મંદિર ખોલવા નિર્ણય કર્યો છે.

ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર આગામી 7 ફેબ્રુઆરીએ પૂર્વે કોરોનાના સક્રમણ અંગે સમીક્ષા કરાશે. જો સક્રમણ વધશે તો મંદિર ખોલવામાં આવશે નહીં અને સક્રમણ ઘટશે તો મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. હાલ કોઇ સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે. હાલ મંદિરમાં નિયત સમય આરતી થાય છે.

દર્શનાર્થીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યના મોટા મંદિરો ખુલતા હોય તો કેમ્પ હનુમાન મંદિર માટે મંજૂરી આપવી જોઇએ. મોટી સંખ્યામાં શહેરીજનો મંગળવાર, શનિવાર અને વિવિધ તહેવારોમાં દર્શન માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...