તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:સુરતની પરીણિતાને અમદાવાદ બોલાવીને પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો, પોલીસે એકની ધરપકડ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રેમીએ મિત્રને ખુશ કરવા કહ્યું પણ પરીણિતાએ ઈનકાર કરતાં પ્રેમીએ તેને ડરાવીને ધમકી આપી

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પ્રેમી યુવક અને તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી પરિણીત છે અને સુરત ખાતે રહે છે. સુરતમાં આ યુવતી જ્યાં રહેતી હતી ત્યાં તેને એક યુવક સાથે આંખ મળી ગઈ હતી અને બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ રચાયો હતો. અમદાવાદ આવીને પ્રેમી યુવક પરિણીતા પર અવારનવાર બળાત્કાર ગુજારતો હતો. એક દિવસ રાત્રે દારુના નશામાં પ્રેમી યુવકે આ પરિણીતાને તેના મિત્રને પણ ખુશ કરવાનું કહ્યું હતું. જોકે પરિણીતાએ ના પાડતાં તેને ડરાવી હતી અને બાદમાં પ્રેમી યુવકના મિત્રએ પણ આ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જે મામલે વસ્ત્રાપુર પોલીસે હાલ સુરેશ યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે.

પરીણિતાનો પતિ કીમ GIDCમાં નોકરી કરે છે
સુરત જિલ્લામાં 25 વર્ષીય પરિણીત યુવતી તેના પરિવાર સાથે રહે છે. તેના પતિ કીમ GIDCમાં નોકરી કરે છે અને તેને સંતાનમાં બે દીકરા છે. આ યુવતી અગાઉ એક વર્ષ જેટલો સમય સુરત જિલ્લાના એક ગામમાં એક કોમ્પ્લેક્સમાં રહી હતી અને તે વખતે તેની બાજુમાં રાકેશ પાંડે નામનો વ્યક્તિ રહેતો હતો. આ રાકેશ પાંડે જ્યારે આ યુવતી કામ માટે બહાર જતી ત્યારે તેને ખરાબ નજરે જોતો અને યુવતી પણ તેને જોતી હતી. આ દરમિયાન એક દિવસ આ યુવતી અને રાકેશ પાંડે એક શોપિંગ સેન્ટરમાં ભેગા થતા બન્નેએ એક બીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બંને વારંવાર મોબાઇલ ફોન પર વાતચીત કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

યુવતી બહાનું બનાવીને પ્રેમીને મળવા આવી
આ યુવતીએ રાકેશ પાંડેને મળવા જવા માટે તેના પતિને અન્ય ઘર બંધ છે તે સાફ સફાઈ કરવા જવાનું બહાનું બનાવી આ યુવતી રાકેશ પાંડેને લક્ઝરી બસ દ્વારા મળવા અમદાવાદ આવી હતી. તે વખતે રાકેશ પાંડેએ 10 હજારની જરૂર હોવાનું કહી ATM કાર્ડ લીધું હતું અને 25, 000 રૂપિયા આ યુવતીના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા અને ATM કાર્ડ પણ તેની પાસે રાખ્યું હતું. ત્યાર બાદ યુવતી અને તેનો પ્રેમી રાકેશ પાંડે તેના મિત્ર સુરેશ યાદવની માનસી સર્કલ પાસે આવેલી એક બિલ્ડિંગમાં ઓફિસે ગયા હતા. રાકેશ પાંડેનો મિત્ર આ બિલ્ડીંગની એક ઓફિસમાં રહેતો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આ ઓફિસમાં આ યુવતી અને રાકેશ પાંડે ત્રણ ચાર દિવસ રોકાયા હતા.

પરીણિતાના ખાતામાંથી પ્રેમીએ રૂપિયા ઉપાડ્યા
આ દરમિયાન દરરોજ રાત્રે રાકેશ પાંડે આ યુવતી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો અને અમદાવાદ આવ્યા પછી પણ રાકેશ પાંડેએ યુવતીના ATM કાર્ડથી બીજા 25 હજાર અને ત્યારબાદ બે વખત 10 હજાર એમ 20 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને બાદમાં રાકેશ તથા આ યુવતી પોતાના ઘરે સુરત આવી ગયા હતા.ત્યારબાદ પણ રાકેશ આ યુવતીની જાણબહાર તેના ATM કાર્ડથી ટુકડે ટુકડે રૂપિયા ઉપાડી લીધા હતા. 15 દિવસ પહેલા યુવતીએ તેના પતિને તબિયત સારીનથી એટલે તેઓના અન્ય ઘરે આરામ કરવા જાય છે તેમ કહી પાછી રાકેશ સાથે અમદાવાદ આવી હતી અને રાકેશના મિત્ર સુરેશ યાદવની ઓફિસે બે દિવસ રોકાઈ હતી.

પ્રેમી અને તેના મિત્રએ બળાત્કાર ગુજાર્યો
આ દરમિયાન પહેલા દિવસની રાત્રે રાકેશ અને સુરેશે ખૂબ જ દારૂ પીધો હતો અને દારૂ પીધેલી હાલતમાં રાકેશ પાંડે તેના મિત્ર ને ખુશ કરવા યુવતીને કહ્યું હતું. પરંતુ યુવતીએ ના પાડતાં રાકેશ ગુસ્સામાં આવી ગયો હતો અને લાત મારી ઓફીસની બારીનો કાચ તોડી નાખ્યો હતો અને કાચ બતાવી આ યુવતીને મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી આ યુવતી ગભરાઈ ગઈ હતી અને તેનો ફાયદો ઉઠાવી સુરેશે રાકેશ પાંડેની હાજરીમાં જ સતત બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રેમીએ ટુકડે ટુકડે રૂપિયા ઉપાડી લીધાં
ત્યારબાદ બીજા દિવસે પણ આ જ પ્રકારની ઘટના બની હતી અને સુરત આવ્યા બાદ રાકેશ પાંડે યુવતીના ઘરે આવી કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી લઈ આવવાનું કહેતા યુવતીએ બજારમાંથી સોનાની બુટ્ટી ખરીદીને આપી હતી. બાદમાં રાકેશ પાંડેનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. જોકે રાકેશ પાંડેએ પ્રેમ સંબંધ કેળવી તેના પર બળાત્કાર ગુજારી તેના મિત્રએ પણ આ યુવતી પર બળાત્કાર ગુજારી પ્રેમીએ ટુકડે ટુકડે રૂપિયા ઉપાડી લીધાં હતાં

અન્ય સમાચારો પણ છે...