તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:મિત્રને વીશીનો હપતો લેવા બોલાવી 3 યુવકે માર માર્યો, એક મિત્રે 7 લાખ લઈ 25 હપતા ભર્યા જ નહિ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત મિત્રે મહિને 20 હજારની વીશી શરૂ કરી હતી

સાત મિત્રોએ ભેગા મળીને મહિને રૂ.20 હજારના હપ્તેથી 35 સભ્યોની વીશી શરૂ કરી હતી. જેમાંથી એક મિત્રએ 7 લાખ રૂપિયા લીધા હતા, જેના 10 હપ્તા ભર્યા બાદ 25 હપ્તા ભરવાના બાકી હતા. જેથી મિત્રો હપ્તા ભરવા દબાણ કરતા હોવાથી એક મિત્રને હપ્તો લેવાના બહાને ગેરેજ પર બોલાવીને ધોલાઈ કરી, ગાડી ચડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘાટલોડિયા જનતાનગર સાયોના પુષ્પમાં રહેતા ટીનેશ મોતીભાઈ દેસાઈએ 3 વર્ષ પહેલાં 7 મિત્રો સાથે ભેગા મળીને વીશી શરૂ કરી હતી. જેમાંના 35 સભ્યો પૈકી દરેકે દર મહિને રૂ.20 હજારનો હપ્તો ભરવાનો હતો. ભરત સરવૈયા નામના સભ્યએ 7 લાખ વીશીમાંથી ઉપાડ્યા હતા. જેના 10 હપ્તા ભર્યા બાદ 25 હપ્તા ન ભર્યા. આ અંગે મિત્રોએ ભરતને પૈસા ભરવા દબાણ કર્યું હતું. દરમિયાન ભરતે ટીનેશને ફોન કરી હપ્તો લેવા ગેરેજે બોલાવ્યો હતો. જ્યાં ભરત તથા તેના મોટાભાઈ ચમન અને અન્ય એક વ્યક્તિએ ભેગા મળી ટીનેશને માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ટીનેશે ત્રણેય વિરુદ્ધ સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...