શિવરંજનીમાં કોલ સેન્ટર ચલાવી અમેરિકનોનેે ફોન કરી 77.55 લાખની ઠગાઈ કરનારા મુખ્ય આરોપી વિશાલ શાહની જામીન અરજી એડિ. સેશન્સ જજ વી. એ. રાણાએ ફગાવી દીધી છે.જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, વિશાલ શાહે શિવરંજની પાસેના ઇસ્કોન સેન્ટરમાં ઓફિસ ભાડે રાખી કોલ સેન્ટર શરૂ કરી 12 જણને નોકરી પર રાખ્યા હતા.
વિશાલ મુંબઈના ભાગેડુ કેવિન પાસેથી અમેરિકનોના નંબર મેળવતો અને ડાયલર ઓપરેટરોના લેપટોપમાં ફિટ કરેલા વીસી ડાયલર સોફ્ટવેર દ્વારા કોલ બ્લાસ્ટિંગ કરાવી અમેરિકનોના કોલ્સ મેળવી ડેવિડ જેક્શન, એલેન ફોકસ, એલેક્સ, માર્ક જોન્સ ક્રિસ્ટોફર જેવા બોગસ નામથી અમેરિકનો સાથે વાતચીત કરી ‘તમારી એમેઝોનમાંથી ખરીદેલી પ્રોડક્ટની ડિલિવરીમાં પ્રોબ્લેમ થયો છે અને તેમના એમેઝોન એકાઉન્ટમાં આવેલી એરર સોલ્વ કરવા તેઓ એમેઝોન કસ્ટમર કેરમાં બેઠા છે’ તેવું જણાવી ચાર્જ પેટે 200-500 ડોલર પડાવવા તેમની પાસેથી એપલ પે ગિફ્ટ કાર્ડ અને વોલમાર્ટ કાર્ડની વિગતો મેળવી, તે વિગતો આરોપી વિશાલ શાહ ભાગેડુ આરોપી જોનીને મની પ્રોસેસ કરી 40 કમિશન કાપી 60 ટકા રકમ વિશાલને આંગડિયાથી મોકલતો હતો. આરોપીએ અમેરિકનો સાથે 77.55 લાખની ઠગાઈ કરી છે. આથી તેની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.