ભાજપના ચેરમેને પત્ર લખ્યો:નાગરિકોની ફરિયાદ માટેનો ટોલ ફ્રી નંબર 155303 ટોલ ફ્રી કરો, ટેક્સ વિભાગની ફરિયાદો પણ લેવા કમિશનરને જાણ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો આ નંબર પર ફોન કરી અને ફરિયાદ નોંધાવી શકે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકે તેના માટે ઓનલાઇન CCRS સિસ્ટમ અમલમાં છે. ઉપરાંત નાગરિકો 155303 નંબર પર ફોન કરી અને ફરિયાદ નોંધાવી શકે છે. પાણી, ડ્રેનેજ, સફાઈ, આરોગ્ય વગેરેને લગતી ફરિયાદો આ નંબર પરથી કરવામાં આવે તો નિરાકરણ લાવવામાં આવે છે પરંતુ ટેક્સ ખાતા ની કોઈપણ ફરીયાદ આ નંબર પર થતી ન હતી જેથી એક ખાતામાં પારદર્શિતા વધશે અને નાગરિકોને સરળતા રહે તેના માટે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને ટેક્સ ખાતાની ફરિયાદોને CCRS સિસ્ટમમાં સમાવેશ કરવા જણાવ્યું છે. રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા ખુબજ અગત્યની એક વાત એ પણ જણાવવામાં આવી છે કે 155303 નંબર જે કોર્પોરેશનનો ફરિયાદ માટેનો નંબર છે તેને ટોલ ફ્રી કરવામાં આવે છે જેનાથી નાગરિકો સરળતાથી પોતાની ફરિયાદ કરી શકે.

વોટર, ડ્રેનેજ સહિતની ફરિયાદો નોંધાવી શકાય છે
રેવન્યુ કમિટી ચેરમેન જૈનિક વકીલએ પત્ર લખી જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને પડી તકલીફોના નિરાકરણ માટે CCRS (COMPREHENSIVE COMPLAINTS_REDRESSAL SYSTEM ) કાર્યરત છે. જેમાં ફરિયાદો ના રજીસ્ટ્રેશન થી લઈ ક્લોઝર સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. હાલમાં લગભગ વોટર, ડ્રેનેજ, એન્જિનયરિંગ, હોસ્પિટલ, એસ્ટેટ, હેલ્થ જેવી જુદી જુદી 200 જેટલી ફરિયાદોને 155303 નંબર ડાયલ કરી ફરિયાદ નોંધાવી શકાય છે જેને કારણે નાગરિકોને પ્રશ્ન હલ કરવામાં સરળતા રહે છે. પરંતુ આ ફરિયાદોના પ્રકારમાં ટેક્સના અનુસંધાનમાં જો કોઈ ફરિયાદ હોય તો CCRS નો ઉપયોગ થઈ શકતો નથી. ટેક્સખાતાની પારદર્શિતા વધારવા ભષ્ટાચારને નાથવા અને લોકોની સુગમતા વધે તે હેતુથી નીચે મુજબના સૂચનો ધ્યાનમાં લેવા વિનંતી છે.

ફરિયાદોનો એક યુનિક ટોકન નંબર જનરેટ થશે
જો યોગ્ય સમય સુધીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા છતાં ટેક્સની અરજીનો નિકાલ ના આવ્યો હોય તો આ નંબર પર અરજીના ટોકન નંબરના માધ્યમથી ફરિયાદ નોંધાવી શકાય. 155303 નંબર ટોલ ફ્રી કરવો જોઈએ જેથી નાગરિકોને એક પણ પૈસાનો બોજો ના આવે. વોર્ડ વાઇઝ ટેક્સની ફરિયાદો આ નંબર પર થઈ શકે તે માટે જરૂરી સર્ક્યુલર બહાર પાડવો. આમ કરવાથી દરેક ફરિયાદોનો એક યુનિક ટોકન નંબર જનરેટ થશે અને દરેક ફરિયાદો ઝોનવાઇઝ વોર્ડવાઇઝ અને TIME LINE મુજબ ટ્રેક કરી શકાશે. જેનાથી ફરિયાદોનો ત્વરિત નિકાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...