આખું અમદાવાદ જળબંબાકાર, VIDEO:રસ્તા પર ઘોડાપુર અને સોસાયટીઓમાં કેડ સમા પાણી, 8થી 18 ઈંચ વરસાદે સમગ્ર શહેરને બેટમાં ફેરવી નાખ્યું

3 મહિનો પહેલા

રવિવારની રાત્રે મેઘરાજાએ અમદાવાદ શહેરને રીતસર ધમરોળી નાખ્યું. સમી સાંજથી જ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું અને 10 કલાકમાં તો શહેર બેટમાં ફેરવાઈ ગયું. સવાર પડી તોય શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. એક જ રાતમાં 8થી 18 ઈંચ જેટલો વરસાદ પડતાં રોડ પર રીતસર ઘોડાપુર જોવા મળ્યા. ઠેકઠેકાણે વાહનો પાણીમાં ડૂબી ગયા, શહેરના અનેક વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા. સવાર પડતાં પડતાં તો જાણે સમગ્ર શહેરનું ચિત્ર જ બદલાઈ ગયું. સવારે અમદાવાદીઓ જાગ્યા તો કેવા દૃશ્યો જોવા મળ્યા એ જોવા ઉપરના ફોટો પર ક્લિક કરી જુઓ.

અન્ય સમાચારો પણ છે...