રોકાણ કરાવી છેતરપિંડી:સીએ અને તેના ભાગીદારનું અપહરણ કરી 1.50 કરોડમાં પતાવટ ન કરે તો મારી નાખવાની ધમકી, 12 સામે ફરિયાદ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પિતા-પુત્ર સહિતના લોકોએ 3.54 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરી, કાગડાપીઠમાં ગુનો દાખલ
  • અપહરણ કરી SG હાઈવે પરના ઢાબામાં ગોંધી રાખ્યા

કાગડાપીઠમાં ઓફિસ ધરાવી ઓડિટ, ઇન્કમટેક્સ, જીએસટી સહિતનું કામ કરતા સીએ અને તેમના ભાગીદારને લાલચ આપી રૂ.3.54 કરોડનું રાકોણ કરાવનાર પિતા-પુત્રો અને તેમના મળતિયાઓએ બાઇક પર અપહરણ કરી એસ.જી.હાઇવે પરના ઢાબામાં ગોંધી રાખી રૂ.1.50 કરોડમાં પતાવટ નહી કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે મહિલા સહિત 12 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાગડાપીઠ પંચમુખી મહાદેવમંદિર ટ્રસ્ટના મકાનમાં 29 વર્ષીય મોહિત ત્રિપાઠી પરિવાર સાથે રહે છે અને વર્ષ 2019થી દીપક પરિહાર સાથે ભાગીદારીમાં ઓફિસ ખોલી ઓડિટ, ઇન્કમટેક્સ, જીએસટી, ફાઇનાન્સ, ટીડીએસ, ઓરઓસીનું કામ કરે છે. વર્ષ 2020માં મોહિતની ઓફિસે ધર્મજ્યોત એપાર્ટમેન્ટ મણિનગરમાં રહેતા તરંગ પાટડિયા તેનો ભાઇ વિશાલ અને તેના પિતા હિતેન્દ્ર પાટડિયા આવ્યા હતાં અને જીએસટી, તેમજ ટેક્સ ઓડિટનું કામકાજ કરવાની વાત કરી હતી.

આ પછી મોહિત તેમજ તરંગ એકબીજાની ઓફિસે વારંવાર જતા તેમની વચ્ચે સારી ઓળખાણ થઇ ગઇ હતી. આથી તરંગે મોહિત અને તેના ભાગીદાર દીપકને વિશ્વાસમાં લઇને સારી કમાણી કરી આપવાની લાલચ આપી પોતાની પાસે મે 2022 સુધી રોકાણ રૂ.3.54 કરોડનું રોકાણ કરાવ્યું હતું. થોડા સમય બાદ મોહિતે રોકાણ કરેલા રૂપિયાની ઉઘરાણી કરતા તરંગે કહેલું કે, લોન લખાવી છે.

લોન મળતાની સાથે રૂપિયા પરત આપવાનું કહ્યું હતું. દોઢ મહિના પહેલા તરંગની પત્ની તેજલે મોહિતને ફોન કરીને કહેલું કે, માથાભારે માણસો તમારી ઓફિસે તમને મારવા આવે છે એટલી વારમાં તો ગોપાલ ભરવાડ સહિત 4 જણા પહોંચી ગયા અને કહ્યું કે, તરંગભાઇએ મોકલ્યા છે. તેમણે મોહિત અને દીપકને ધાકધમકી આપી બાઇક પર બેસાડીને લઈ ગયા, ત્યાર બાદ એસ.જી.હાઇવે પરના એક ઢાબા લઇ જઇ ગોંધી રાખ્યા હતાં. અહીં એક વિનોદ જાદવે નામના વ્યક્તિએ ધારદાર હથિયાર દેખાડીને ધમકી આપી હતી કે, આ મેટર રૂ.1.50 કરોડમાં પતાવી દો નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી મુક્યા હતાં.

પિતા-પુત્ર અને ધમકી આપનાર સામે ગુનો
તરંગ પાટડિયા, વિશાલ પાટડિયા, હિતેન્દ્ર પાટડિયા, તેજલ તરંગભાઇ સોની, દિપેશ સોની, વિનોદ જાદવ, ગોપાલ ભરવાડ, જયેશ ઉર્ફે મુસડ અને તેમજ અન્ય 4 સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...