તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ ઘોઘલા બીચ અને દીવ કિલ્લાની મુલાકાત લેશે. જ્યારે સુરતના કતારગામમાં ચેમ્બર ઓફ કોમર્સ અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળો યોજાશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
આ 4 ઘટના પર રહેશે નજર
1) મેઈન્ટેનન્સને કારણે બે મહિનાથી બંધ સી-પ્લેન સેવા શરૂ, રૂટિન સમય પ્રમાણે અમદાવાદથી કેવડિયા ઉડાન ભરશે.
2) ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ ઘોઘલા બીચ અને દીવ કિલ્લાની મુલાકાત લેશે.
3) સુરતના કતારગામમાં ચેમ્બર ઓફ કોમર્સ અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળો યોજાશે.
4) રાજકોટમાં કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ અને મનપા માસ્ક ન પહેરનાર લોકો સામે ડ્રાઈવ હાથ ધરશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) કૂતરાને બચાવવા જતાં ડીસાના જીવદયાપ્રેમીની પજેરોનો રાજસ્થાનમાં અકસ્માત થતા ત્રણ જૈન અગ્રણીનાં મોત
કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી, રાકેશ જૈન, વિમલ જૈનનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી.
વાંચો સમાચાર વિગતવાર
2) કોરોનાના દર્દીના નાકમાંથી ઓક્સિજન પાઈપ નીકળી જતા તરફડીને મોત, દર્દીએ બેલ માર્યો પણ હાજર સ્ટાફ આવ્યો નહીં
આણંદની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર
3) જામનગરમાં ચાર દિવસમાં ઝેરી તાવથી બે સગા ભાઈના મોત, હજુ ત્રણથી ચાર બાળકોને તાવ આવતા પરિવારજનો ચિંતામાં
જામનગરના મહેશ્વરીનગરમાં વસવાટ કરતા બે સગા ભાઈઓના ઝેરી તાવની બિમારીમાં મોત નીપજ્યાં છે. બન્ને બાળકોના મોત થતા તબીબો દ્વારા આ મામલે ઝીણવટપૂર્વેકની તપાસ કરાઈ રહી છે. એક જ પરિવારના બે સગા ભાઈના માત્ર ચાર દિવસના ગાળામાં જ ઝેરી તાવના કારણે મૃત્યુ થયાનું બહાર આવતા મહેશ્વરીનગર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.
વાંચો સમાચાર વિગતવાર
4) સુરતમાં આપઘાત કરનાર મહિલા PSI અમિતાના સાડાચાર વર્ષના દીકરા સહિતનો આખો પરિવાર જેલમાં
સુરતના ઉઘના પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં માસૂમ વાંક વિના જેલમાં રહેશે. અમિતાના જોશીના આપઘાત કેસમાં પિતા, સાસુ-સસરા અને બે નણંદ દુષ્પ્રેરણાના ગુનામાં લાજપોર જેલમાં બંધ છે. હવે તેના દીકરાએ પણ પિતા સાથે રહેવાથી જીદ કરતાં માસૂમને પણ લાજપોર જેલ ખસેડવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
5) હિંમતનગરના ખેડૂત પાસે વ્યાજખોરોએ 10 લાખનું રોજનું 20 હજાર વ્યાજ વસૂલતા, રકમ આપવામાં મોડું થાય તો 40 હજાર પેનલ્ટી
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવા ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. ઊંચા વ્યાજે વધુ વ્યાજ વસૂલનાર બે વ્યાજખોરો રૂ. 10 લાખનું રોજનું રૂ 20 હજાર વ્યાજ વસૂલતા હતા અને જ્યારે રકમ આપવામાં મોડું થાય તો રૂ 40 હજારની પેનલ્ટી વસૂલતા હતા.
વાંચો સમાચાર વિગતવાર
આજે દેશમાં
- વડાપ્રધાન મોદી વર્ષ 2020ની અંતિમ વખત મન કી બાત કરશે. તેઓએ લોકોના નવા વર્ષની યોજનાઓ અંગે પૂછ્યું છે.
- કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ રવિવારે મન કી બાત દરમિયાન લોકોને તાળી-થાળી વગાડવાની અપીલ કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.