તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:મેઇન્ટેનન્સને કારણે બંધ રહેલી સી-પ્લેન સેવા ફરી શરૂ, રાજકોટમાં ઓડીચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં બાળકને કચડતાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!
રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે અને 31મીથી ઠંડી સામાન્ય ઘટાડો થવાના સંકેત છે. 31 ડિસેમ્બરે એઇમ્સ હોસ્પિટલનું વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત, આજે એઇમ્સથી એરપોર્ટ સુધી રિહર્સલ યોજાશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સેન્સેક્સ47,613259.33
ડોલરરૂ.73.54-0.07
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ51,700-

આ 4 ઘટનાઓ પર રહેશે નજર
1) મેઈન્ટેનન્સને કારણે બંધ રહેલી અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા ફરી શરૂ, 15 અને 27 ડિસેમ્બરે સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
2) રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે અને 31મીથી ઠંડી સામાન્ય ઘટાડો થવાના સંકેત છે.
3) 31 ડિસેમ્બરે એઇમ્સ હોસ્પિટલનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, આજે એઇમ્સથી એરપોર્ટ સુધી રિહર્સલ યોજાશે.
4) શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની પાંચમી એકમ કસોટી લેવાશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજકોટમાં ઓડી કારચાલકે મોબાઇલ પર વાત કરતાં કરતાં શાકભાજીની લારીવાળાના દોઢ વર્ષના પુત્રને કચડતાં મોત

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડી કારચાલકે મોબાઈલ પર વાત કરતા કરતા કચડી નાખતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. ત્યાર બાદ માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલક પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાસે જાપ કર્યા, કહ્યું: પપ્પાએ સપનામાં આવી કહ્યું, મમ્મીને ઉપર મોકલ, એટલે મારી નાખી'
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. માતાની હત્યા કર્યા બાદ પુત્ર બે હાથ જોડીને લાશ પાસે જ ઊભો રહ્યો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ભાજપના વિવાદાસ્પદ MP મનસુખ વસાવાનું પક્ષમાંથી રાજીનામું, કહ્યું- નાના મગજ પર અસર થઈ હોવાથી રાજીનામું આપ્યું
ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો હતો. જેમાં મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

સૌથી નાના ભાઈ ભાવેશની પહેલાંની તસવીર અને આજે ક્રિકેટ રમ્યો હતો.
સૌથી નાના ભાઈ ભાવેશની પહેલાંની તસવીર અને આજે ક્રિકેટ રમ્યો હતો.

4) રાજકોટના 3 ભાઈ-બહેન અત્યારે કૌતુકથી બધું જોતાં સંસ્મરણો વાગોળે છે, ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતો ભાવેશ ફરી 10 વર્ષે શેરીમાં ક્રિકેટ રમ્યો!
રાજકોટના કિસાનપરા ચોકમાં શેરી નં.10માં છેલ્લા 10 વર્ષથી એક જ ઓરડીમાં અઘોરી જેવું જીવન જીવતા 3 ભાઈ-બહેનને સાથી સેવા સંસ્થાએ મુક્ત કરાવ્યા છે. સામાજિક સંસ્થાના જલ્પાબેન પટેલે Divyabhaskarની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રણેય ભાઈ-બહેનમાં સૌથી નાનો ભાઈ ભાવેશ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડતો હતો અને આજે ફરી 10 વર્ષ બાદ શેરીમાં ક્રિકેટ રમ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) 6 દિવસ બાદ સફાઈકર્મીઓની હડતાળ સમેટાઈ, 5માંથી ત્રણ માગ સ્વીકારવા ભલામણ
શહેરના સફાઈકર્મીઓ પોતાના વારસાઈના હકની માગ સાથે છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. જો કે છઠ્ઠા દિવસે હડતાળનો અંત આવી ગયો છે. ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની સમિતિએ સફાઈ કર્મીની પાંચ માગમાંથી ત્રણની ભલામણ કરતા હડતાળનો અંત આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 187.23 લાખ કરોડ રૂપિયા રહ્યું. BSE પર લગભગ 48% કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો.
- 3,188 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. જેમાંથી 1,535 કંપનીઓના શેરના ભાવ વધ્યા, 1,488 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા.

દેશમાં આજે
- કૃષિ કાયદાને લઈને ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે 30 ડિસેમ્બરે બેઠક થશે. પહેલા આ બેઠક 29 ડિસેમ્બરે મળવાની હતી.
- હાલમાં જ ભાજપથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા એકનાથ ખડસેને EDએ નોટિસ મોકલી છે. આજે તેઓ EDની સામે હાજર થશે.
- હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવશે, સત્તારૂઢ ભાજપ-JJP ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો