લુટારુએ પોલીસ તરીકે ઓળખ આપી:જુહાપુરામાં ઘરમાં ઘૂસીને રૂ. 1.36 લાખના દાગીનાની લૂંટ, વેજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

‘હું પોલીસવાળો છું, તમારા પતિને એક્સિડેન્ટ થયો છે’, તેવું કહીને લુટારુએ છરીની અણીએ મહિલાના ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રૂ.1.36 લાખના સોનાના દાગીનાની લૂંટ કરી હતી. આ અંગે મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશમાં ફરિયાદ કરતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જુહાપુરામાં આવેલી નસેમન સોસાયટીમાં રહેતાં શહેનાઝબાનુ કુરેશી (ઉં.50) 29 જૂને બપોરે ઘરના ગેટ પાસે ઊભાં હતાં, ત્યારે એક આછા બ્લ્યુ રંગનું શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરીને આવેલી એક વ્યક્તિએ શહેનાઝબાનુને પોતે પોલીસવાળો છે, તમારા પતિનો એક્સિડન્ટ થયો છે. તેવું કહીને શહેનાઝબાનુને છરી બતાવી ધમકી આપી હતી અને ઘરમાં લઈ જઈ તિજોરી ખોલીને દાગીનાના 3 બોક્સની લૂંટ કરી હતી, જેમાં સોનાની બુટ્ટી સાથેના 3 સેટ (કિં.રૂ.1.36 લાખ) હતા. આ અંગે શહેનાઝબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...