તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમબ્રાન્ચની કાર્યવાહી:અમદાવાદમાં અમેરિકન નાગરિકો પાસે લોન અપાવવાના બહાને પૈસા પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 3 આરોપીઓની અટકાયત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ તથા મુદ્દામાલની તસવીર - Divya Bhaskar
આરોપીઓ તથા મુદ્દામાલની તસવીર
  • અમેરિકન નાગરિકોને છેતરીને પૈસા પડાવતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું.
  • કુલ 3 આરોપીઓમાંથી એક કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો.

શહેરમાં અમેરિકનોને લોન અપાવવાના બહાને પૈસા પડાવતા ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ થયો છે. ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરીને પૈસા પડાવવાના આરોપમાં 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ પોલીસે લેપટોપ, મોબાઈસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ, પોલીસે ત્રણેય આરોપીઓનો કોરોના ટેસ્ટ કર્યો હતો. જેમાં ભરતસિંગ મંડોલા નામનો આરોપી કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી હાલમાં તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે બાકીના અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ
ઘટનાની વિગતો મુજબ, શહેરના જગતપુર ખાતે એલોજીયા હોટલની પાછળ વિષ્ણુધારા ગાર્ડન નામની બિલ્ડીંગમાં ભરતસિંહ મંડોલા નામનો વ્યક્તિ અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવી રહ્યો હતો. તે USA Speedy Cash Loan Center નામની કંપની તરીકે ઓખળ આપીને અમેરિકન નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા. બાતમીના આધારે પોલીસ દ્વારા બિલ્ડીંગમાં રેડ કરવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

એક આરોપી કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયો
એક આરોપી કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયો

કેવી રીતે આચરતા છેતરપિંડી?
આરોપીઓ અમેરિકાની લોન આપનાર કંપની તરીકેની ઓળખ આપી ફોન કરતા. જેમાં ભોગ બનનારને કહેવાયું કે, 'તેમની લોન એપ્રુવ થઈ ગઈ છે, પરંતુ ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી લોન સસ્કેસફુલ થતી નથી. આથી તેમને ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે. જેનાથી તમારો સ્કોર 700 પોઈન્ટ વધી જશે અને લોન સરળતાથી મળી જશે.' આ બાદ આરોપીઓ Ebay, વોલમાર્ટ, ગૂગલ પ્લે કાર્ડ જેવા ગીફ્ટ કાર્ડથી 16 અંકનો નંબર મેળવી લઈ અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવતા હતા.

પોલીસે 81 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ક્રાઈમ બ્રાન્ચની ટીમને રેડ દરમિયાન આરોપીઓ પાસેથી 7 મોબાઈલ, 4 લેપટોપ, મેજીક જેક ડિવાઈસ નંગ-4, વાઈફાઈ રાઉટર-2, પાસપોર્ટ-1, ચેકબુક-2 સહિત કુલ 81,000નો મુદ્દામાલ મળ્યો હતો. અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરીને પૈસા પડાવવાના આરોપમાં પોલીસે ત્રણે વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની કલમ 406, 419, 420, 120(બી) તથા આઈ.ટી એક્ટ 2008ની કલમ 66સી, ડી હેઠળ ગુનો નોંધ્યો છે.