ક્રાઈમ:અમદાવાદના નરોડામાં સ્પાની આડમાં ચાલતું ગેરકાયદે કુટણખાનું ઝડપાયું, બહારથી યુવતીઓને બોલાવી દેહવિક્રય માટે મજબૂર કરાતી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
નરોડા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • નરોડા પોલીસે સ્પાના માલિક અમિત તરુણ શાહ અને સરોજ રાજપૂતની ધરપતડ કરી
  • બંને બહારથી યુવતીઓને બોલાવી તેમની પાસેથી વેશ્યાવૃત્તિ કરાવતા.

નરોડા વિસ્તારમાં ગેલેક્ષી સિનેમાની પાસે આવેલા નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં અલગ જગ્યાએથી યુવતીઓ લાવીને દેહ વેપાર કરતા રેકેટ પર પોલીસે દરોડો પડ્યો હતો. જ્યાં સ્પાના નામે ચાલતા અનૈતિક ધામમાં એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે. હાલ યુવતીઓને શોષણ કરવા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગેરકાયદે કુટણખાના પર પોલીસની રેડ
શહેર ના પૂર્વ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો નરોડા પોલીસએ પર્દાફાશ કર્યો છે. શહેરમાં કેટલીક જગ્યાએ લોકો મેડિટેશન અને મસાજ કરાવવા માટે સ્પામાં જતા હોય છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારની થેરાપીથી મસાજ કરવામાં આવતું હોય છે.

ત્યારે નરોડા વિસ્તારમાં આવેલ આયુશી સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચાલી રહયું હતું. જેમાં સ્પાના માલિક અમિત તરુણ શાહ અને સરોજ રાજપૂત બહારથી સ્ત્રીઓને બોલાવી અને રૂ.300 ગ્રાહક દીઠ આપવાનું નક્કી કરીને તેઓ જોડે સ્પામાં વેશ્યાવૃત્તિ કરાવતી હતી.

એક મહિલા અને એક પુરુષની અટકાયત
નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે આ ગેરકાયદે કુટણખાના પર રેડ પાડીને તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સાથે જ અમિત શાહ નામના એક શખ્સ અને સરોજ રાજપૂત નામની એક મહિલા મળીને કુલ બે આરોપીની અટકાયત કરી છે. આ સાથે જ યુવતીઓને દેહવ્યાપાર કરવા માટેના શોષણ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.