તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Business Exemptions Will Be Implemented In 36 Cities From 9 Am To 6 Pm, Vaccination Of People In The Age Group Of 18 To 44 In All 33 Districts

મોર્નિંગ બ્રીફ:36 શહેરમાં સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટનો અમલ, તમામ 33 જિલ્લામાં 18થી 44 વય જૂથના લોકોનું વેક્સિનેશન થશે

અમદાવાદ16 દિવસ પહેલા

નમસ્કાર!

દમણ, દાદરા એન્ડ નગરહવેલી, દાહોદ, આણંદ, ભાવનગર અને અમરેલી વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં ફાયર NOC તથા BU પરમિશન વિના ચાલતા યુનિટો સામે AMC કાર્યવાહી કરશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,232.43+382.95
ડોલરરૂ.72.91-0.17
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ50,600-300

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્યનાં 36 શહેરમાં સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટનો આજથી અમલ થશે.
2) દમણ, દાદરા એન્ડ નગરહવેલી, દાહોદ, આણંદ, ભાવનગર અને અમરેલી વરસાદ પડવાની શક્યતા.
3) અમદાવાદમાં ફાયર NOC તથા BU પરમિશન વિના ચાલતા યુનિટો સામે AMC કાર્યવાહી કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ગુજરાતમાં આવતીકાલથી તમામ 33 જિલ્લામાં 18થી 44 વય જૂથના લોકોનું વેક્સિનેશન, દરરોજ 3 લાખ ડોઝ અપાશે
ગુજરાતમાં આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન આપવામાં આવશે. દરરોજ સવા બે લાખ ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી એ અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાનાં 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. 45+ને 75 હજાર ડોઝ મળી રાજ્યમાં દરરોજ 3 લાખ ડોઝ આપવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ધોરણ-10નું પરિણામ જૂનના અંતિમ અઠવાડિયામાં, ધો.9ની સામાયિક કસોટી અને ધો.10ની એકમ કસોટીના આધારે માર્કશીટ બનશે
ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9ની સામયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે, જેમાં 80 માર્કનું મૂલ્યાંકન તેમજ 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિમ વીકમાં પરિણામ ઓનલાઈન મૂકવામાં આવશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજ્યમાં કોરોનાના 1207 કેસ સામે 3018 લોકો સાજા થયા, એક્ટિવ કેસ 25 હજારથી નીચે
ગુજરાતમાં 78 દિવસ બાદ કોરોનાના પહેલીવાર 1276થી ઓછા નવા કેસ નોંધાયા છે. અગાઉ 18 માર્ચે એટલા કેસ નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 1207 નવા કેસ નોંધાયા છે. 50 દિવસ બાદ પહેલીવાર 3 હજાર 18 દર્દી સાજા થયા છે. અગાઉ 15 એપ્રિલે 3 હજાર 23 દર્દી સાજા થયા હતા. તો રાજ્યમાં એક્ટિવ કેસ 25 હજારથી ઘટીને 24 હજાર 404 થયા છે, જ્યારે દૈનિક મૃત્યુઆંક 17 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં બે દિવસ પૂર્વે જ બહેન આણું વાળીને પિયર આવી હતી, બે પિતરાઈએ બહેનને ઉઠાવ્યા બાદ આખી રાત ક્યાં વિતાવી?
રાજકોટના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં આવેલા કૂવામાં ગઇકાલે પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. બે દિવસ પૂર્વે જ ફગાસ ગામેથી આણું વાળીને પરત પિયર આવેલી યુવતીએ બે પિતરાઇ સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનામાં પ્રેમપ્રકરણની પોલીસને શંકા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરાના અનગઢમાં પત્નીના પ્રેમીને ઘરે બોલાવી પતિએ લાકડાના ફટકા માર્યા, પ્રેમિકાએ ઝેરી દવા પીવડાવી હત્યા કરી
પત્નીના પ્રેમીને યુક્તિપૂર્વક ઘરે બોલાવ્યા બાદ પતિએ લાકડીના ફટકા માર્યા હતા અને પત્નીએ પોતાના પ્રેમીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વડોદરાના અનગઢ ગામમાં બનેલા આ ચકચારી બનાવ અંગે નંદેસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી દંપતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...