પોલીસ કમિશનરનું જાહેરનામું:અમદાવાદમાં રાતે 10 વાગ્યા બાદ 33 પેસેન્જરની ક્ષમતા સુધીની બસ કે પેસેન્જર વાહનને પ્રવેશવા દેવામાં આવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં પણ થોડા સમય અગાઉ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરમાં બસને પ્રવેશવા દેવાના સમયમાં ફેરફાર કરવાની માંગણી હતી જેને લઈને ટ્રાવેલ્સ એસોસિએશન અને પોલીસ વચ્ચે બેઠક થઈ હતી જે બાદ પોલીસ દ્વારા 33 પેસેન્જરની ક્ષમતા સુધીના વાહનને રાતે 11ની જગ્યાએ 10 વાગે પ્રવેશવા દેવા 1 મહિના માટે જાહેરનામું કરવામાં આવ્યું છે.

શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું છે. જે મુજબ 33 પેસેન્જર હોય તેવી મીની બસ કે વાહનને રાતે 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે. અગાઉ સવારના 8થી રાતના 11 સુધી પ્રવેશવા મનાઈ હતી. ત્યારે 1 મહિનાના પ્રાયોગિક ધોરણે વાહનને પ્રવેશવા દેવા હુકમ કર્યો છે. 3 એપ્રિલ સુધી વાહનને પ્રવેશવા દેવામાં અવશે. 1 મહિનાના પ્રયોગ દરમિયાન યોગ્ય લાગે તથા શહેરમાં ટ્રાફિક ના થાય કે અન્ય સમસ્યા ના થાય તો આ નિર્ણયને કાયમ માટે અમલમાં મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...