તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારો:1.16 કરોડ ગ્રાહકો પર બોજો; રાંધણગેસનો બાટલો 100 રૂપિયા મોંઘો, 8 મહિનાથી સબસિડી પણ મળતી નથી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ગુજરાતના પુરવઠા વિભાગ અને ડીલરો પાસે કોઇ ચોક્કસ જવાબ નથી

અમદાવાદ જિલ્લાના અંદાજે 17 લાખ સહિત ગુજરાતભરના 1.16 કરોડ એલપીજી ગ્રાહકોને છેલ્લા 8 મહિનાથી રાંધણગેસના બાટલાની સબસિડી મળી નથી. સબસિડી નહીં મળવા માટે પુરવઠા વિભાગ કે ડિલરો પાસે કોઇ કારણ નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર 15 દિવસમાં રાંધણગેસના બાટલામાં રૂ.100નો ભાવ વધારો થયો છે. એલપીજી વિતરણ કરનાર અમદાવાદ જિલ્લાના 103 સહિત રાજ્યમાં 962 ડિસ્ટ્રિબ્યુટર છે.

કેન્દ્ર સરકારે સબસિડી બંધ કરી
અમદાવાદ જિલ્લામાં રાંધણગેસના બાટલાનો ઉપયોગ કરનાર અંદાજે 17 લાખ ગ્રાહકોને છેલ્લા આઠ મહિનાથી પી.એમ.ઉજ્વલા યોજના હેઠળ સબસિડી તો મળી નથી અને છેલ્લા 15 દિવસમાં રૂ.100નો ભાવ વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પુરવઠા વિભાગના સૂત્રો કહે છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સબસિડી નહીં લેનાર અને મળવાપાત્ર ના હોય તેવાં સાત લાખ ગ્રાહકો છે. આ સિવાયના ગ્રાહકો સબસિડીની રાહ જોઇ રહ્યાં છે. પરંતુ કેન્દ્ર તરફથી સબસિડી મળી નથી. સબસિડી કાયમી ધોરણે દૂર કરી દેવાઇ હોવાની પણ ચર્ચા છે. આ અંગે કેન્દ્ર તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

આ વર્ષે માત્ર શરૂઆતના 4 મહિના જ સબસિડી મળી

મહિનોકુલ કિંમતસબસિડીઆપ્યા
જાન્યુઆરી707139568
ફેબ્રુઆરી852135717
માર્ચ795212583
એપ્રિલ734143591

(મેથી ડિસેમ્બર સુધી શૂન્ય સબસિડી ચૂકવાઈ)

છેલ્લા મહિનામાં થયેલા 100ના ભાવવધારાની શહેર મુજબ અસર

શહેરનવેમ્બરડિસેમ્બર
અમદાવાદ601701
ભરૂચ600700
ભાવનગર602702
દાહોદ621.5721.5
વડોદરા600700
જૂનાગઢ613713
રાજકોટ599.5699.5
સુરત599.5699.5

સરકારને ગેસમાંથી 5 હજાર કરોડની આવક

ગેસ5011 કરોડ
ડિઝલ6650 કરોડ
પેટ્રોલ2849 કરોડ
કુલ14510 કરોડ

(માર્ચ 2020થી ડિસેમ્બર 2020 સુધી સરકારને થયેલી આવક)

આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા નહીં તેથી સબસિડી નહીં એવો દાવો
આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં વધારો થયો નથી. જેથી ત્રણે ઑઇલ માર્કેટીંગ કંપનીઓને કોઇ નુકસાન નથી. એટલે સરકારે સબસીડી બંધ કરી હોવાનું મનાય છે. ગેસના ભાવમાં વધારો થશે તો સબસીડી ફરી ચાલુ થશે. જોકે ગ્રાહકોને તો માત્ર સબસીડીથી જ મતલબ છે.

નિયમોમાં ફેરફાર થતા ગેસ ડિલરોની હાલત કફોડી બની
એલ.પી.જી.ડિસ્ટ્રિબ્યુટર ફેડરશેન(ગુજરાત હોદ્દેદારો કહે છે કે ડિલરશીપ માટે પુરવઠાના ફરજિયાત લાઇસન્સનો નિયમ અગાઉ 2006થી 2008 સુધી રદ કર્યો હતો. પણ બાદમાં આ લાઇસન્સ ફરી જરૂરી બનાવી દેવાયું. જેના કારણે ડિલરો નારાજ થયા છે. તેમણે હડતાળની ચિમકી પણ આપી છે.

સબસિડી ક્યારથી મળશે એ વિશે કોઈ બોલવા તૈયાર નથી
સબસિડી માટે રોજબરોજ ગ્રાહકોના સંભ્યાબંધ ફોન આવે છે. કેન્દ્ર તરફથી મળતી સબસીડી અંગે પ્રત્યેકને જાણકારી છે. બેન્કની પાસબુકમાં સબસીડીની એન્ટ્રી આવતી નહીં હોવાથી ગ્રાહકોની ધીરજ ખુટી છે. પુરવઠા વિભાગ કે કંપનીઓ પણ સબસીડી ક્યારે જમા થશે, તેનો જવાબ આપતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો