ભાસ્કર એનાલિસિસ:...આઝાદીના અમૃત મહોત્સવમાં શરૂ થનારી બુલેટ ટ્રેન ‘5 વર્ષ લેટ’!

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી રૂ. 28,400 કરોડનો ખર્ચ થયો, મહારાષ્ટ્રમાં હજુ 28 % જમીનનું સંપાદન બાકી
  • 1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ બે લાખ કરોડે પહોંચવાનો અંદાજ

દેશની પહેલી બુલેટ ટ્રેન લેટ ચાલી રહી છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોરિડોરના અંદાજ મુજબ, અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી હાઇ સ્પીડ ટ્રેન 2027 સુધી શરૂ થઇ શકે છે. 2026 સુધી બુલેટ ટ્રેનના ટ્રાયલ શરૂ થશે. 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે ટ્રાયલ શરૂ કરાશે અને 2027માં આ બે સ્ટેશનો વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. સુરતથી બિલિમોરા વચ્ચેનું અંતર માત્ર 50 કિલોમીટર છે. 2017માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના શિલાન્યાસ વખતે સરકારે કહ્યું હતું કે, 2022માં 15 ઓગસ્ટમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઇ જાય એવો પ્રયાસ કરાશે.

2023માં પ્રોજેક્ટ પૂર્ણ થશે પણ 2022માં 15મી ઓગસ્ટ સુધી કામગીરી પૂર્ણ કરવા આયોજન છે. અંદાજ મુજબ, અમદાવાદથી મુંબઇ સુધી પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાં સુધી કુલ ખર્ચ રૂ. 1.08 લાખ કરોડથી વધી રૂ. 2 લાખ કરોડ સુધી પહોંચી જવાનો અંદાજ છે. જમીન સંપાદન અને કોવિડ મહામારીના કારણે બુલેટ પ્રોજેક્ટ લેટ ચાલી રહ્યો હોવાનું સરકાર જણાવે છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ ખર્ચમાં 81 ટકા ફંડ જાપાન સરકારનું છે. કેન્દ્ર સરકારનો હિસ્સો 50 ટકા છે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો 25-25 ટકા છે.

કુલ 90% જમીનનું સંપાદન

રાજ્યજરૂરિયાત (હેક્ટર)સંપાદન પૂર્ણ (હેક્ટર)સંપાદન (%)
ગુજરાત954.394398.90%
દાદરા,નગર હવેલી7.98100%
મહારાષ્ટ્ર433.8231372.15%
કુલ13961,26490.50%

આ કારણોથી પ્રોજેક્ટ ખર્ચ થશે બમણો

સંસદમાં સરકારે જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે જ કહી શકાશે કે કુલ ખર્ચમાં કેટલો વધારો થયો. અત્યાર સુધી કુલ 1.08 લાખ કરોડના અંદાજિત ખર્ચમાંથી રૂ. 28,400 કરોડનો ખર્ચ થયો છે. નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું કે, હજુ 2026માં માત્ર 50 કિ.મી. ટ્રાયલ રન થશે. સંપૂર્ણ લાઇન ક્યારે શરૂ થશે એ કહી ના શકાય કારણ કે મહારાષ્ટ્રમાં ઘણું કામ બાકી છે. ગુજરાતમાં પણ સિવિલ વર્કમાં સમય લાગશે. સમય સાથે સિમેન્ટ, સ્ટીલ, અન્ય ખર્ચ પણ વધે છે. બાકી સંપાદનમાં ચૂકવણી વધુ આવશે. જીએસટી તો હશે જ એટલે પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યાર કુલ ખર્ચ 2 લાખ કરોડને આંબી જાય તો નવાઇ નહીં.

દરિયામાંથી ટ્રેન પહેલીવાર દોડશે

બુલેટ ટ્રેન કુલ અંતર

508 કિમી
ગુજરાતમાં અંતર351 કિમી
કુલ સ્ટેશન

12 જેમાં 8 ગુજરાતમાં

જમીનથી ઉપર ટ્રેક92 ટકા
ટનલમાં ટ્રેક26 કિમી

થાણે ખાડીમાં દરિયામાં ટનલ

7 કિમી
ફિઝિબિલિટી રિપોર્ટ2015
અન્ય સમાચારો પણ છે...