તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમદાવાદના આંબેડકરબ્રિજ પર રોંગ સાઇડે આવેલું બુલેટ બાઇક પર જતા બે ભાઈને અથડાયું, એકનું મોત

અમદાવાદ8 દિવસ પહેલા
  • આંબેડકર બ્રિજની ઘટનામાં ઘાયલ બીજા ભાઈને હોસ્પિટલમાં લઈ જવાયો
  • અકસ્માતમાં બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં હોવાથી ધરપકડ બાકી

આંબેડકર બ્રિજ પરથી રોંગ સાઈડમાં બુલેટ લઈને નીકળેલા નબીરાએ સામેથી બાઈક ઉપર આવી રહેલા 2 ભાઈ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક ભાઈનું મોત નિપજયું હતું. જ્યારે બીજો ભાઈ તેમજ બુલેટ ચાલક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત
અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ઘટના સ્થળે જ મોત

સાણંદની શરણમવિલા સોસાયટીમાં રહેતો દેવેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા(ઉં.25) તેના ભાઈ બલભદ્રસિંહ ભરતસિંહ વાઘેલા સાથે બાઈક પર સાણંદથી નીકળ્યાે હતાે. બંને ભાઈ બપોરે 12.15 વાગ્યે દાણીલીમડા આંબેડકર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન સામેથી રોંગ સાઈડમાં પૂરઝડપે આવેલા એક બુલેટ સાથે દેવેન્દ્રસિંહનું બાઈક અથડાયું હતું.

અકસ્માતમાં બાઈકને પણ નુકસાન પહોંચ્યું છે
અકસ્માતમાં બાઈકને પણ નુકસાન પહોંચ્યું છે

આ અકસ્માતમાં દેવેન્દ્રસિંહ, બલભદ્રસિંહ તેમ જ બુલેટ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ તેમજ 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા દેવેન્દ્રસિંહનું મોત નિપજયું હોવાનું જણાયું હતું. જ્યારે બલભદ્રસિંહ અને બુલેટ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

આ અંગે ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતુ કે, બુલેટ ચાલક પણ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...