તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ-AMCની સંયુક્ત કાર્યવાહી, કુખ્યાત નજીર વોરાની 18 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • AMC અને પોલીસ મળીને ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.
  • જુહાપુરામાં નજીર વોરાના ગેરકાયદે બાંધકામને તોડી પડાયું.

અમદાવાદ શહેરના વિવિધ ગેરકાયદેસર બાંધકામો પર કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમાં સાથ આપી રહી છે અમદાવાદ શહેર પોલીસ. પોલીસ તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઓપરેશને કાર્યવાહી શરુ કરી છે. જેના ભાગરૂપે શહેરના ભૂમાફિયાઓ તેમજ ગેરકાયદેસર બાંધકામો કરેલા કુખ્યાત લોકોના બાંધકામ તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

ભૂમાફિયા વિરુદ્ધ AMCની કાર્યવાહી
જે અંતર્ગત જુહાપુરાના કુખ્યાત નઝીર વોરાએ બનાવેલા અલીજા કોમર્શિયલ કોમ્પ્લેકસ પર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બીજા તેમજ ત્રીજા માળે બનાવવામાં આવેલી 18 દુકાનો તોડી પાડવામાં આવી હતી. વધારાની 9 દુકાન ઇમ્પેક્ટ ફી ભરેલી હોવાથી તેને તોડવામાં નહીં આવે તેમ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, શહેરના કુખ્યાત લોકોએ પચાવી પાડેલી અને ગેરકાયદેસર બાંધકામ કરેલી મિલકતો ખુલી કરવામાં આવશે. અમદાવાદના જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા સામે કડક પગલાં લેવાય રહ્યા છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુનામાં ધરપકડ થઈ છે.

ગેરકાયદેસર બંધાયેલી 18 દુકાનો તોડી પાડવામાં આવી
નઝીર વોરાના અત્યારે જુહાપુરામાં અનેક એકમો ગેરકાયદેસર છે. જેને પગેલે AMC અને ઝોન 7 પોલીસે લાલ આંખ કરી છે. જે અંતર્ગત જુહાપુરા સરખેજ રોડ પર આવેલ ત્રણ માળના અલીઝા કોમ્પ્લેક્ષ ઉપર પોલીસ તથા AMC સાથે સયુંક્ત રીતે દબાણ હટાવાની કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નઝીર વોરાની માલિકીની 360 ચોરસ મીટરની જગ્યા ખાલી કરાવવામાં આવી છે. અલીઝા કોમ્પ્લેક્ષની પહેલા અને બીજા માળ ઉપરની 18 દુકાનો તોડવામાં આવી છે. જેમાં એસ્ટેટ નગર વિકાસ ખાતાનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો. જેમાં 2- દબાણ ગાડી, 1-જે.સી.બી.મશીન, 3- ગેસ કટર, 30- ખાનગી મજૂર, 6- બ્રેકર મશીન નઝીર વોરા ઉપર અલગ અલગ પ્રકારના આશરે 25થી વધુ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.

બે દિવસ પહેલા બકુ ખાનની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવાયું હતું
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ અમદાવાદ પોલીસ તથા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુહાપુરાનાં ફતેહવાડી વિસ્તારમાં આવેલા કુખ્યાત બકુ ખાન ઉર્ફે બક સૈયદની 7 દુકાનો તેમજ ઘર તોડી પાડ્યા હતા. કુખ્યાત બકુ ખાન પર લોકોને ધાક ધમકી તથા ડરાવીને કરોડો રૂપિયાની મિલકત પડાવી લીધાનો આરોપ છે. જેથી તેની પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.