તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમદાવાદમાં ખાડિયા અને સરખેજમાં ગેરકાયદે થયેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMCએ કાર્યવાહી કરવાનું શરુ કર્યું - Divya Bhaskar
AMCએ કાર્યવાહી કરવાનું શરુ કર્યું
  • છેલ્લા એક સપ્તાહમાં BU વિનાના 2507 યુનિટ સીલ કરાયા

અમદાવાદમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા બાંધકામો સામે AMCએ લાલ આંખ કરી છે. શહેરમાં હાલમાં BU વિનાના યુનિટોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ખાડિયા અને સરખેજમાં AMCના એસ્ટેટ વિભાગ દ્વારા આવા બાંધકામોને તોડી પાડવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે.

ખાડિયા અને સરખેજમાં બાંધકામ તોડી પડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ખાડિયામાં સરકીવાડની પોળ સારંગપુરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધીમાં 6778 ચો.ફૂ જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામને દુર કરવા માટે AMC તરફથી નોટીસ આપવામાં આવેલ અને ફરીવાર બાંધકામ ના થાય તે માટે સિલિંગ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. તે છતાંય ત્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. જેમાં 100 એકમોમાં બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. બીજી તરફ સરખેજમાં 18 યુનિટને નોટીસો આપવામાં આવી હતી. ત્યાર બાદ તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 6 દુકાનો, એક ગોડાઉન, 11 રહેણાંકોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

ગેરકાયદેસર રીતે બંધાયેલું બાંધકામ દુર કરી દેવાયું
ગેરકાયદેસર રીતે બંધાયેલું બાંધકામ દુર કરી દેવાયું

છેલ્લા એક સપ્તાહમાં 2507 યુનિટ સીલ કરાયા
AMCએ 31 મેના રોજ સિલિંગ ઝુંબેશ શરુ કરી હતી. ત્યારથી લઈને આજ સુધીમાં કુલ 2507 યુનિટ સીલ કરવામાં આવ્યાં છે. જેમાં કોમર્શિયલ 1245, હોટેલના 568 રૂમ, રેસ્ટોરન્ટના 92 યુનિટો, 49 સ્કૂલ, કોલેજ અને ક્લાસિસના 598 રૂમ અને એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 2507 યુનિટ સીલ કરાયાં છે.

સારંગપુરમાં ચોથા માળ સુધીમાં 6778 ચો.ફૂ જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયુ હતું
સારંગપુરમાં ચોથા માળ સુધીમાં 6778 ચો.ફૂ જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયુ હતું

20 કરોડની કિંમતની પ્રોપર્ટી તોડી પાડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં DCP ઝોન-7ના અધિકારી પ્રેમસુખ ડેલુએ AMC સાથે રહીને ગત 4 તારીખથી આવી ગેરકાયદે ઉભી કરાયેલી પ્રોપર્ટી સામે કાર્યવાહી કરવાનું શરુ કર્યું હતું. જેમાં 2004થી ભુમાફિયાઓ તેમજ અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્વોનો કબજો હતો. પોલીસે શહેરના કુખ્યાત સુલતાન ખાન ગેંગના ખજાનચી તરીકે ઓળખાતા બકુખાન ઉર્ફે બક સૈયદની ગેરકાયદે ચાર દુકાનો તથા એક ઓફિસ તોડી પાડી છે. તે ઉપરાંત વહાબ ગેંગના મુખ્ય સુત્રધાર નઝીર વોરાની ગેરકાયદે 10થી 15 કરોડની પ્રોપર્ટી તોડી પાડી હતી. તેની સાથે કાળુ ગરદન તરીકે ઓળખાતા કુખ્યાતનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે.