• Gujarati News
  • Business
  • Bulk Return In Listed SME IPO After Lockdown, 40% SME Shares Of Gujarat Rise Up To 200%

શેરબજાર:લૉકડાઉન પછી લિસ્ટેડ SME IPOમાં મબલક રિટર્ન, ગુજરાતના 40% SME શેર્સમાં 200% સુધી ઉછાળો

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: બિજલ નવલખા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કુલ 537 લિસ્ટેડ આઈપીઓમાંથી 200થી વધુ એસએમઈ આઈપીઓ ગુજરાતના
  • ગુજરાતી એસએમઈ આઈપીઓમાં ઈશ્યૂ પ્રાઈસ સામે 500 ટકા રિટર્ન
  • મોટાભાગની એસએમઈ સ્ક્રીપ્સ ટેક્સટાઈલ અને જ્વેલરી સેગમેન્ટની

કોરોના ક્રાઇસિસ પછી સેકન્ડરી માર્કેટમાં શરૂ થયેલી તેજીની રફતારમાં એસએમઇ પ્લેટફોર્મ અને ખાસ કરીને ગુજરાતી એસએમઇ શેર્સ પણ જોડાયા છે. માર્ચથી અત્યારસુધીમાં ગુજરાતની 40 ટકા એસએમઇ સ્ક્રીપ્સમાં 200 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. એક બાજુ કોરોના મહામારીને લીધે સર્જાયેલી આર્થિક મંદીમાં નાના ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. જ્યારે બીજી બાજુ લિસ્ટેડ એસએમઈ કંપનીઓના શેર્સમાં મબલક રિટર્ન છૂટી રહ્યુ છે. વડોદરા સ્થિત કેમક્રશ એન્ટરપ્રાઈઝે 26 માર્ચમાં 68.80ની સપાટીએથી 212% ઉછળી 27 ઓગસ્ટના રોજ 215 બંધ આપ્યુ હતું.

15 ગુજરાતી SME આઈપીઓમાં 200થી 1100 ટકા સુધી રિટર્ન
એસએમઈ પ્લેટફોર્મ 2012માં લોન્ચ થયા બાદથી અત્યારસુધી કુલ 537 SME આઈપીઓ લિસ્ટેડ થઈ ચૂક્યા છે. જેમાંથી અંદાજિત 200 IPO ગુજરાતના છે. ગુજરાતની 15 એસએમઈ સ્ક્રિપ્સ ઈશ્યૂ પ્રાઈસ સામે 200થી 1100 ટકા સુધી રિટર્ન આપી રહી છે. જેમાં 28 માર્ચ, 2017માં લિસ્ટેડ કેમક્રશ એન્ટરપ્રાઈઝ માત્ર 3 વર્ષમાં 1095 ટકા રિટર્ન આપી રહી છે.

સારા આઇપીઓ માટે ફરી સોનેરી દિવસો આવશે
હેમ સિક્યુરિટીઝના ડાયરેક્ટર ગૌરવ જૈને કહ્યું- સંખ્યાબંધ કંપનીઓ આ સેક્ટરમાં આઇપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે. આ સેક્ટરમાં સારો ગ્રોથ ધરાવતા શેર્સની સાથે સાથે યોગ્ય આઇપીઓની પસંદગીમાં પણ રોકાણકારોએ ધ્યાન રાખવાનું રહેશે.

કોરોનામાં ગુજરાતી SME શેર્સનો દેખાવ

કંપનીમાર્ચબંધતફાવત
કેમક્રશ એન્ટરપ્રાઈઝ69215213%
સાગરદીપ એલોય્સ52131154%
શ્રી ગણેશ રેમિડિઝ73148104%
સ્ટરલાઈન પ્રિસિયંશ3060100%
વિશાલ ફેબ્રિક્સ13827397%

SMEએ રોકાણકારોને રોવડાવ્યા

કંપનીઈશ્યૂ પ્રાઈસબંધતફાવત
સનકેર ટ્રેડર્સ640.8799%
અદિત્રિ ઈન્ડસ્ટ્રીઝ270.5298%
ઓસિસ ટ્રેડલિંક300.9297%
નોરીટ્રાન્સ એક્ઝિમ300.9897%
અન્ય સમાચારો પણ છે...