AMCની કડક કાર્યવાહી:​​​​​​​અમદાવાદમાં BU વિના ચાલતી તક્ષશીલા કોલોનિયલ્સ, શેફાલી સેન્ટર સહિત 6 મિકલતો પર તવાઈ, 75 કોમર્શિયલ અને 19 રહેણાંક મિલકતો સીલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વટવાના પિન્કી પ્લાઝા કોમ્પલેક્ષની તસવીર - Divya Bhaskar
વટવાના પિન્કી પ્લાઝા કોમ્પલેક્ષની તસવીર
  • વટવા બીબી તળાવ પાસે પિન્કી પ્લાઝા કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું
  • હાઇકોર્ટ દ્વારા BU પરમિશન અને ફાયર NOC વિના ચાલતી મિલકતો સામે કાર્યવાહીનો આદેશ અપાયો હતો

અમદાવાદ શહેરમાં પરમિશન વગર બહુમાળી બિલ્ડિંગો અને અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષ, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોની રહેમનજર હેઠળ વપરાશ અને બાંધકામ થઇ ગયા હતા. જેની કોઈ પણ પ્રકારની બીયુ પરમિશન લેવામાં આવી ન હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવી ગેરકાયદેસરની મિલકતોનો સર્વે શરૂ કર્યો હતો. સર્વે બાદ આવી મિલકતોને ડીમોલેશન અને સીલ કરવાની કામગીરી કરવાની શરૂ કરાઈ છે. જેમાં આજે વધુ 6 જેટલી મિલકતોને તોડવાની અને તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 42 જેટલી દુકાનો-ઓફિસો તોડવામાં આવી છે, જયારે 75 કોમર્શિયલ અને 19 રેસીડેન્ટ મળી કુલ 94 યુનિટ સીલ કરાયા છે.

હાઇકોર્ટના આદેશ બાદ AMCના એસ્ટેટ વિભાગની કાર્યવાહી
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ભાજપના સત્તાધીશોની મિલીભગતથી શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડીંગો બીયુ પરમિશન વગર અને ફાયર NOC વગર ઊભી થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરમિશન વગરની મિલકતો હોય તેની વિગતો જાહેર કરી એક બે મિલકતોને તોડી દાખલો બેસાડવા જણાવવામાં આવ્યું હતું. 14 ડિસેમ્બર અને 15 ડિસેમ્બર એમ બે દિવસમાં 12 મિલકતો તોડવા તેમજ સીલ કર્યા બાદ આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લગાવેલી ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને કામગીરી કરવી પડી છે.

તક્ષશીલા કોલોનિયલ્સની તસવીર
તક્ષશીલા કોલોનિયલ્સની તસવીર

વટવામાં પિન્કી પ્લાઝા તોડી પડાયું
જેમાં એસ્ટેટ વિભાગે આજે 16 ડિસેમ્બરે પાલડી વિકાસગૃહ રોડ પર સદગુરુ હાઉસ, પાલડી ચાર રસ્તા પાસે શેફાલી સેન્ટર કોમ્પ્લેક્સને સીલ મારી દીધું હતું. જ્યારે મણીનગરમાં પણ તક્ષશીલા કોલોનિયલ્સના 19 જેટલા મકાનોને સીલ મારી દીધા છે. જ્યારે વટવા બીબી તળાવ પાસે પિન્કી પ્લાઝા કોમ્પ્લેક્સને તોડી પાડવામાં આવ્યું હતું.

શેફાલી સેન્ટર કોમ્પ્લેક્સની તસવીર
શેફાલી સેન્ટર કોમ્પ્લેક્સની તસવીર

શહેરમાં ઘણી ગેરકાયદેસર ઈમારતો ઊભી કરાઈ
એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હતા. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્ષ કે બિલ્ડિંગ વપરાશ થઈ રહ્યો છે, છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્ષને ચાલવા દેતા હતા. ભાજપના સત્તાધીશો પણ આવા કોમર્શિયલ કોમ્પલેક્સ જે ચાલુ હોય તેની જાણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ અંદર મીલીભગત હોવાના કારણે તેઓ આવા વપરાશને બંધ કરાવવાની તસ્દી લેતાં ન હતા.

સીલ કરાયેલી ઈમારતોની યાદી
સીલ કરાયેલી ઈમારતોની યાદી

નિયમભંગ બદલ અહીં એસ્ટેટનાં પગલાં

  • શેફાલી સેન્ટર, પાલડી ચાર રસ્તા - 74 કોમર્શિયલ યુનિટ
  • સદગુરૂ હાઉસ, પાલડી વિકાસ ગૃહ સામે - 1 કોમર્શિયલ યુનિટ
  • તક્ષશીલા કોલોનિયલ્સ, મણિનગર - 19 રહેણાંક મકાનો

વધુ 12 ફેક્ટરીનું ગટર જોડાણ કપાયું
હાઇકોર્ટના આદેશ બાદ મ્યુનિ.એ શહેરના ઔદ્યોગિક એકમોના ગટર કનેકશન કાપવાના હાથ ધરેલા અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 354 એકમોના જોડાણો કાપ્યાં છે. જેમાં છેલ્લા 3 દિવસમાં મ્યુનિ.એ વધારે 12 એકમોના ગટર કનેક્શન કાપ્યા છે. ઔદ્યોગિક એકમો દ્વારા ગટરમાં છોડવામાં આ‌વતાં કેમિકલ યુક્ત પાણીને કારણે સાબરમતી પ્રદૂષિત થઈ રહી છે. હાઇકોર્ટમાં આ મુદ્દાની રજૂઆત પછી હાઇકોર્ટે કસૂરવાર ઔદ્યોગિક એકમો સામે ગટર જોડાણ કાપવા સહિતના પગલા ચાલુ રાખવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...