તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ:30 દિવસમાં ગેરકાયદે બિલ્ડિંગ બની જાય છે, AMCએ 8 વખત બંદોબસ્ત માગ્યો પણ પોલીસ 3 મહિનાથી આપતી નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમાલપુર, દરિયાપુર, ખાડિયામાં બિલ્ડિંગ માફિયા જોતજોતામાં બિલ્ડિંગ તાણી બાંધે છે, એસ્ટેટ અધિકારી આંખ આડા કાન કરે છે
  • બે વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે અનેક વિસ્તારમાં તાણી બંધાયેલાં ગેરકાયદે બિલ્ડિંગની એક ઈંટ પણ તોડી શકાતી નથી
  • જમાલપુર, રાયખડ, મિરઝાપુર, રિલીફ રોડ, શાહપુર, માધુપુરા, શાહીબાગના 15 ગેરકાયદે બિલ્ડિંગ તોડવા 70 વખત પોલીસ બંદોબસ્ત મગાયો

શહેરના જમાલપુર, દરિયાપુર, ખાડિયા જેવા વિસ્તારો ગેરકાયદેસર બિલ્ડિંગો માટેનું જંગલ બની ગયા છે. બિલ્ડિંગ માફિયા ફક્ત 30 દિવસમાં 3થી 4 માળનું બિલ્ડિંગ બનાવી દે છે. બીજી બાજુ પોલીસ ત્રણ-ત્રણ મહિનાથી સુધી અને આઠ-આઠ વખત રજૂઆત છતાં મ્યુનિ.ને બંદોબસ્ત પૂરો પાડતી ન હોવાથી ગેરકાયદે બની ગયેલા બિલ્ડિંગની એક ઈંટ પણ તોડી શકાતી નથી. પોલીસની ઢીલી નીતિ અને મ્યુનિ. અધિકારીઓની બિલ્ડિંગ માફિયાઓ સાથેની સાંઠગાંઠને લીધે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે અને અંતે હાઇકોર્ટે આખો મામલો હાથમાં લેવો પડતો હોય છે.

મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદે બિલ્ડિંગ તાણી બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ છે. અહીં એસ્ટેટ અધિકારીઓની બેદરકારી પણ જવાબદાર છે. એસ્ટટ અધિકારી ગેરકાયાદે બિલ્ડિંગ તોડવાની તૈયારી કરે તો પોલીસ બંદોબસ્ત મળવામાં તકલીફ પડે છે. સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વગર એસ્ટેટની ટીમ ઘૂસી શકે તેમ ન હોવાથી બંદોબસ્ત ન મળે ત્યાં સુધી ગેરકાયદે બિલ્ડિંગ તોડવા માટે રાહ જોવી પડતી હોય છે. કોટ વિસ્તારમાં બની ગયેલા 15 ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવા માટે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત પૂરો પાડવા બેથી માંડી 10 વખત રજૂઆત કરી હતી છતાં બંદોબસ્ત મળતો નથી.

સ્થળપોલીસ સ્ટેશનયાદીમાલિકનું નામ

સોના કટપીસની સામે જમાલપુર

ગાયકવાડ હવેલી7સલીમ મેમણ

બટાકા બિલ્ડિંગ, રાયખડ

ગાયકવાડ હવેલી2ફારુક અબ્લુદ કાદર

પ્રાઇમ સેન્ટરની સામે, મિરઝાપુર

કારંજ6જહીર હુસેન

ઉસ્માની મંજિલની ઉપર, ખાનપુર

શાહપુર2જહુલ્લા પઠાણ

સોદાગરની પોળ, ખાડિયા

કાલુપુર2

હુસેનભાઇ ફીદાહુસેન

ઘડિયાપોળ,રિલીફ રોડ

કાલુપુર4કમરભાઇ

137, વોરાગલી દાંડીગરાનીપોળ, કાલુપુર

કાલુુપુર3આસીફખાન પઠાણ

વોરાગલી દાંડીગરાની પોળ, કાલુપુર

કાલુપુર4

હોજેફાભાઇ રંગવાલા

524, લીબા રેસીડન્સીની બાજુમાં, શાહપુર

શાહપુર2મોહંમદઝીબન શેખ

મનસુખપુરાની ચાલી, માધુપુરા

માધુપુરા8.00

જવાનજી તથા અન્ય

મનસુખપુરાની ચાલી, માધુપુરા

માધુપુરા8મનમોહનસિંહ

મનસુખપુરાની ચાલી, માધુપુરા

માધુપુરા8નરેન્દ્રસિંહ રાઠોડ

17, ચંદુજી માધાજી એસ્ટેટ, તાવડીપુરા

માધુપુરા2મુકેશ ચૌહાણ

4315, નાડિયાવાડ, જમાલપુર

ગાયકવાડ હવેલી2

હાજી મહંમદ બીસોરા

એચ 28, અભિષેક એસ્ટેટ, શાહીબાગ

શાહીબાગ10આશુભા તૈલી

​​​​​​​પોલીસ કોવિડ ડ્યૂટીમાં રોકાયેલી છે
અમે કોર્પોરેશનને લેખિતમાં જાણ કરી છે કે, પોલીસ સાથે ચર્ચા કર્યા બાદ જ ગેરકાયદે બાધકામ તોડવા અંગેનું આયોજન કરવું. મોટાભાગે પોલીસ બંદોબસ્તમાં હોય અથવા કોરોનાની ડ્યૂટીમાં પોલીસ રોકાયેલી હોય તેવા સમયે જો બંદોબસ્ત માગવામાં આવે તો સ્વાભાવિક બંદોબસ્ત પૂરો પાડી શકાય નહીં. - મકરંદ ચૌહાણ, ડીસીપી ઝોન- 3

પોલીસે એસ્ટેટ વિભાગને જુલાઈ સુધી બંદોબસ્ત નહીં માગવા કહ્યું છે
મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા જ્યારે બંદોબસ્ત માગવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ પોલીસે એક યાદીમાં એવું સ્પષ્ટ કહ્યું છેકે, કોરોનાને કારણે અમારો સ્ટાફ રાત્રિ ડ્યૂટી પર હોય છે, તેઓ પેટ્રોલિંગમાં હોય છે. તેમજ સંક્રમણ ન વધે તે માટે હવે અત્યારે જુલાઇ સુધી બંદોબસ્ત નહીં માંગવો. આ ઉપરાંત અન્ય તહેવારો, અન્ય કાર્યક્રમોને કારણે બંદોબસ્ત નહીં આપવાનું જણાવે છે.

એસ્ટેટ અધિકારી કેટલાંક ગેરકાયદે બિલ્ડિંગની યાદી આપતાં જ નથી
તાજેતરમાં જ મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસરે 10 બિલ્ડિંગના નામની યાદીની અખબારી જાહેરખબર આપી તેમાં મકાન નહીં ખરીદવા ચેતવણી આપી છે. જોકે તે યાદીમાં જમાલપુરના એક ગેરકાયદે બિલ્ડિંગનું નામ સામેલ કરાયું નથી. અધિકારીએ આ નામ બાદ કરી બાકીની યાદી ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...