તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદનપત્ર:સિમેન્ટ, સ્ટીલમાં ભાવવધારા સામે બિલ્ડરો 12મીએ વિરોધ નોંધાવશે

અમદાવાદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કંપનીઓ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર અપાશે
 • સિમેન્ટ, સ્ટીલ કંપનીઓએ રચેલી કાર્ટેલથી ભાવ વધ્યા, મકાનોના ભાવ 20 ટકા વધશે: ક્રેડાઇ

લોકડાઉન બાદ માલનો સપ્લાય નિયંત્રિત કરી અને ભાવમાં સતત વધારો કરવામાં આવતાં સ્ટીલ અને સિમેન્ટના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓની મિલીભગતથી આ કૃત્રિમ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ક્રેડાઈએ કર્યો છે. ક્રેડાઇના સભ્યો દ્વારા આ બાબતે 12 ફેબ્રુઆરીએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષ પટેલ સહિત અન્યોએ જણાવ્યું કે, સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓના ભાવ ‌વધારાને કારણે સિમેન્ટ બ્લોક,પેવરબ્લોક, સેનેટરી આઇટમ્સ વગેરેમાં પણ ભાવવધારો થયો છે. તેને કારણે મકાનનો બાંધકામ ખર્ચ વધ્યો છે. તે ધ્યાને લેતાં મકાનો- દુકાનોના ભાવોમાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

ગુજરાતની સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા પણ દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિંમતો સિમેન્ટનું વેચાણ કરે છે જ્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ન હોવા છતાં વધારે ભાવ વસૂલવામાં આવે છે.

તેમણે સિમેન્ટ ઉત્પાદક કંપની સામે કડક પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે. કંપનીઓ દ્વારા ઓછો માલ બજારમાં મૂકીને શોર્ટ સપ્લાય અને કૃત્રિમ ભાવવધારો નાખવામાં આવી રહ્યો છે, જેની સામે પગલાં લેવામાં આવવાં જોઈએ. આ બાબતે 40 સિટી ચેપ્ટરના પ્રતિનિધિઓ 12મીએ કલેક્ટરને આવેદનપત્ર આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો