ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શતાબ્દી મહોત્સવમાં આવનારા હરિભક્તો માટે બિલ્ડરોએ બોપલ અને સાયન્સ સિટીમાં 1 હજાર ફ્લેટ ઉતારા માટે આપ્યા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 દેશમાંથી આવનારા હરિભક્તોના મહિના સુધી રોકાણ માટે 1100 સ્વયંસેવકોએ પોતાના ઘરે વ્યવસ્થા કરી
  • એસજી હાઈવે અને એસપી રિંગ રોડની પાંચ હોટેલ ફુલ, જ્યારે 25 હોટેલોનું 80 ટકા બુકિંગ થઈ ગયું
  • અમેરિકા, લંડન, કેનેડાથી હરિભક્તો મહોત્સવના સપ્તાહ પહેલાં આવી જશે
  • આ મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવકો ખડેપગે રહેશે.
  • 7 પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવ્યા છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના લાખો અનુયાયીઓ માટે ‘પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઓગણજ સર્કલ પાસે સરદાર પટેલ રિંગ રોડ પર યોજાનાર છે. આ મહોત્સવમાં 30 દેશમાંથી લાખો હરિભક્તો આવશે, તેમને રહેવા માટે બિલ્ડરોએ સ્વેચ્છાએ ખાલી પડેલા ફ્લેટ પણ આપી દીધા છે.

સાયન્સ સિટી, બોપલ, ઓગણજ, સોલા સહિતના આસપાસના મોટી સંખ્યામાં ફલેટો બુક કરાયા છે જે બિલ્ડરોના ફ્લેટ રેડી છે પણ પઝેશન નથી આપ્યા તેવા 1 હજાર ફ્લેટ બુક કરાયા છે, મહોત્સવમાં 40 હજાર સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે રહેશે જેમાં 1100 સ્વંયસેવકોએ પોતાના મકાનમાં બહારથી આવતા હરિભક્તોનો ઉતારો આપ્યો છે.

બીએપીએસના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યંુ કે, અમેરિકા, લંડન, ન્યૂઝીલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા યુુરોપ સહિત આફ્રિકા મળી કુલ 30 દેશોમાં વસતા હરિભક્તો મહોત્સવના એક સપ્તાહ પહેલાં આવી જશે. મહોત્સવમાં 600માંથી 200 એકર જમીનમાં આબેહૂબ ‘પ્રમુખ સ્વામી નગર’ ઊભું કરશે. 30 દિવસમાં વિવિધ 30 સાંસ્કૃતિ કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત ભવ્ય આયોજન કરાયું છે. બાકીના 400 એકરમાં સ્વંયસેવકો માટે ભોજનશાળા, રહેઠાણની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ મહોત્સવનું ઉદઘાટન 14મીએ સાંજે મહંત સ્વામીના હસ્તે થશે.

100 પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ મુકાશે 30 ફૂટની સૌથી ઊંચી મૂર્તિ પ્રસ્થાપિત થશે ​​​​​​​7000 વૃક્ષ, 10 લાખથી વધુ ફૂલ-છોડ રોપાશે. 30 દિવસ આખું નગર નિહાળવામાં લાગશે

હોટેલોએ સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરી
મહોત્સવમાં આવનાર વીઆઇપી માટે શહેરની 30 જેટલી હોટલો પણ બુક કરવામાં આવી છે જેમાં પાંચ હોટલો આખી બુક બાકીની 25 જેટલી હોટલો 80 ટકા બુક કરી દેવાઇ છે. હરિભક્તો માટે હોટેલોએ સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરી છે.

ચાર્ટર્ડ ફલાઈટ પણ આવશે
શતાબ્દી મહોત્સવમાં હાજરી આપવા વીઆઇપી મહાનુભાવો હાજરી આપશે, તેઓ ચાર્ટર્ડ ફલાઈટમાં અમદાવાદ આવશે. વિવિધ દેશોમાંથી આવતા હરિભક્તોના આગમનથી એક મહિના સુધી એરપોર્ટ પર મુસાફરોની અવર-જવરમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...