પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના કુટુંબી તેવા પંકજ પટેલ અને તેમના બે દીકરા માલવ અને રોમિલ વિરુદ્ધ રૂ.3.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખુદ માલવે પિતા અને ભાઈ સાથે મળીને સાસુ-સસરા સાથે છેતરપિંડી કરી હતી. મહિલાની ફરિયાદના આધારે સેટલાઈટ પોલીસે સુરતથી પંકજ પટેલ અને દીકરા રોમિલની ધરપરડ કરી છે.
સિંધુ ભવન રોડ ઉપર આવેલા શાલીગ્રામ ફલોટમાં રહેતા સાધનબહેન દીપકભાઈ શાહ(62) નાં દીકરી શિવાની પટેલના લગ્ન માલવ પંકજભાઈ પટેલ સાથે થયાં હતાં. માલવ, તેનો ભાઈ રોમિલ અને પિતા પંકજભાઈ એક દિવસ સાધનાબહેનને મળવા આવ્યા હતા અને કહ્યું હતું કે, સુરત વેસુની સીમમાં તેમની જમીન આવેલી છે. તેમને પ્લોટની સ્કીમના ધંધામાં પૈસાની જરૂર હોવાથી 3.25 કરોડ માગ્યા હતા. તેની સામે તેમને સ્કીમમાં એક પ્લોટ વેચાણ દસ્તાવેજથી આપવાની વાત કરી હતી, જેના આધારે સાધનાબહેનના પતિ દીપકભાઈ એ તેમને પૈસા આપ્યા હતા. ત્રણેયે દીપકભાઈને નોટરાઈઝ બાનાખત કરી આપ્યો હતો. જોકે તે પછી દસ્તાવેજ ન કરીને ઠગાઈ કરતા આ અંગે ત્રણેય સામે ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.