તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:પક્ષીઓના ખોરાકમાં ગાંઠિયા નાખવા જોઈએ નહીં: એનિમલ લાઇફકેરની અપીલ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પક્ષીઓ ખોરાકમાં ચબુતરે તથા આપની આસપાસ ગાંઠીયા તથા તૈલી ફરસાણ નાખવામાં આવશે તો આવનારા સંજોગોમાં પક્ષીઓનું આરોગ્ય જોખમમાં મુકાશે. હાલ અમદાવાદ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં ઠેરઠેર ચબુતરે આજૂબાજૂના ગામડા વિસ્તારોમાં કાગડાને ગાંઠીયા ખવડાવવા લોકો નજરે પડતા હોય છે.

હાલમાં કબૂતરોને પણ ગાંઠિયા ખવડાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અવારનવાર ચબૂતરે જોવા જઈએ તો કબુતર પણ ગાંઠિયા ખાતા નજરે જોવા મળે છે જે પહેલા ધાન્ય ખાતા હતા એનિમલ લાઈક કેરના વિજય ડાભી ના જણાવ્યા પ્રમાણે હાલ છેલ્લા ઘણા સમયથી દરેક ચબૂતરે ગાંઠિયા કબુતર પણ ખાઈ રહ્યા છે એ પક્ષીઓના આરોગ્ય માટે ખૂબ જ જોખમકારક છે તો દરેક જનતા ને વિનંતી છેકે ફરસાણ નાખવાનું નહીં ભલે ગાંઠીયા નાખવામાં આવે કબૂતર ખાતા હોય પણ આવનારા સંજોગો માચણ ખાવાનું ભુલી જશે અને તેના આરોગ્ય જોખમ મા મુકાશે તેની નવી પ્રજાતિ મા રોગપ્રતિકારક ની ક્ષમતા નહિવત જોવા મળશે

આવનારા સમયની અંદર પક્ષીઓને આરોગ્ય માટે ખૂબ જ જોખમી પૂરવાર સાબિત થશે કબુતના રેસ્કયુ દરમ્યાન જોવા જઈએ તો ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનનો લગતા તથા ગળા ના ઇન્ફેક્શન જોવા મળે છે કારણ કે તૈલી પદાર્થ ખાવાના કારણે તેની ઓઝરી સંકોચાઈ જતી હોય છે ખાસ કરીને નવસારી વેટરનરી કોલેજમાંથી એવીયન હેલ્થ મેનેજમેન્ટ કોષૅ નુ પ્રશિક્ષણ મેળવનાર વિજય ડાભી નું કહેવું છે કે દરેક જાહેર જનતા ને વિનંતી છેકે પક્ષીઓ તેમની ભુખ સંતોષવા માટે ગાંઠિયામાં જે લોટ હોય છે તેમા સુગંધ આવતા તે ખાતા હોય છે અને તેમા વપરાતા જે તૈલી પદાર્થ મરી મસાલા તેના આરોગ્ય માટે હાનિકારક છે ત્યારે પક્ષીઓના ખોરાક માં ગાંઠિયા આપવા જોઈએ નહીં ખાસ કરીને તેની પાચનશક્તિ નબળી કરે છે અને ગળાના ઇન્ફેક્શનને કારણે પક્ષીઓને રોગ લાગવાની ક્ષમતા ખૂબ જ વધુ રહે છે તેને પેટમાં કૃમિ પણ પડતા હોવાથી તેની પાચનશક્તિ નબળી પડે છે તો એનિમલ લાઈફ કેર વતી દરેકવિનંતી છે કે પક્ષીઓને ખોરાકમાં ધાન્ય પ્રદાર્થ આપવા અપીલ કરવામાં આવી છે પક્ષીઓ ખોરાક મા મગ બાજરી જુવાર મકાઈ જેવા ખોરાક આપી શકાય.

અન્ય સમાચારો પણ છે...