તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Auda Passes Budget Of Rs 1070 Crore For The Year 2021 22, Four Bridges To Be Opened At Sanathal, Shantipura, Zundal And Dahegam Circle By The End Of The Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ઔડાનું વર્ષ 2021-22 માટે 1070 કરોડનું બજેટ, વર્ષના અંત સુધીમાં સનાથલ, શાંતિપુરા, ઝુંડાલ અને દહેગામ સર્કલ પર બ્રિજ ખુલ્લા મુકાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રિંગ રોડ પર નિર્માણાધિન બ્રિજની તસવીર - Divya Bhaskar
રિંગ રોડ પર નિર્માણાધિન બ્રિજની તસવીર
 • અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા સાત જેટલા નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલું
 • ઔડા દ્વારા નિર્મિત ચાર જેટલી આવાસ યોજનાના મકાનોને તોડીને રિડેવલપમેન્ટ કરાશે.

શહેરના છેવાડાના વિસ્તારોને જોડતા સરદાર પટેલ(એસ.પી) રિંગ રોડ પર અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા સાત જેટલા નવા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. જે પૈકી સનાથલ જંકશન, શાંતિપુરા જંકશન, ઝુંડાલ સર્કલ અને દહેગામ સર્કલ પર બની રહેલા બ્રિજ 31 ડિસેમ્બર 2021 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. 2021ના અંત અથવા 2022ની શરૂઆતમાં વાહનચાલકો માટે આ બ્રિજો ચાલુ કરી દેવામાં આવશે. જેથી ટ્રાફિકનું ભારણ ઘટશે. ભાડજ જંકશન, રણાસણ રેલવે બ્રિજ અને મહંમદપુરા જંકશન પર પણ બ્રિજ બની રહ્યાં છે. જે આગામી વર્ષ 2022 સુધીમાં પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે.

ઔડાનું 1070 કરોડનું બજેટ મંજૂર
ઔડાનું વર્ષ 2021-22નું 1070 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ઔડાના અધ્યક્ષ મુકેશ કુમારની આગેવાનીમાં મંગળવારે મળેલી 287મી બેઠકમાં આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એસ.પી રિંગ રોડ પર રૂ.320 કરોડના ખર્ચે કમોડ સર્કલ અને ધોળકા બ્રાન્ચ કેનાલ પર ઓવરબ્રિજ, ઘુમા અને નવાપુરામાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં ચાલુ વર્ષે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઔડા દ્વારા ઉમિયાપુર, ચોસમિયા, ગેરતપુર, નાંદેજ, બારેજડી, ઇસ્ટોલાબાદ, ભોંયપુરા અને દેવડી જેવા ગામડાઓમાં અદ્યતન સ્મશાન બનાવવામા આવી રહ્યાં છે. ત્યારે સાણંદમાં રૂ. 8.20 કરોડના ખર્ચે અદ્યતન સ્મશાન બનાવવામાં આવશે. જેમાં ચાલુ વર્ષે રૂ. 5 કરોડની જોગવાઈ ઔડા દ્વારા કરવામાં આવી છે.

ઔડા દ્વારા નિર્માણ કરાઈ રહેલો બ્રિજ
ઔડા દ્વારા નિર્માણ કરાઈ રહેલો બ્રિજ

આવાસ યોજનાના મકાનોને રીડેવલપ કરાશે
ઔડા દ્વારા નિર્મિત ચાર જેટલી આવાસ યોજનાના મકાનોને તોડી અને રિડેવલપમેન્ટ કરવામાં આવશે. જેના માટે ચાલુ વર્ષે 5 કરોડ રૂપિયાનું બજેટ ઔડા દ્વારા ફાળવવામાં આવ્યું છે. નિર્ણયનગર નંદનવન આવાસ યોજનાના મકાનો, વસ્ત્રાપુર વામ્બે આવાસ યોજના, રાણીપ આવાસ યોજનાના મકાનો અને સરદારનગર હાઉસિંગ કોલોનીને સંપૂર્ણપણે ડીમોલેશન કરીને રીડેવલોપમેન્ટ કરવામાં આવશે.

કયા કામો માટે બજેટ ફાળવાયું

 • સાણંદ, કઠવાડા, બોપલ, મહેમદાવાદમાં 3969 આવાસોની કામગીરી પાછળ 100 કરોડ સહિત 150 કરોડની જોગવાઈ
 • વિવિધ ટીપી અને ડીપી રોડમાં રૂ. 123 કરોડના ખર્ચે 125 કિમી રોડનું આયોજન કરાયું છે.
 • સાણંદ, મહેમદાવાદ, કલોલ, દહેગામ ખાતે ડિસેન્ટ્રલાઇઝેશન સિવરેજ સિસ્ટમ પાછળ 1.50 કરોડ
 • વોટર સપ્લાય પ્રોજેક્ટ હેઠળ બોપલમાં વધુ 36.20 કરોડ ફાળવણી
 • અસલાલી, બારેજા, જેતલપુર, બોપલ, મણિપુર, ગોધાવી, શેલા, ઘૂમામાં ડ્રેનેજ
 • સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ પાછળ 17 કરોડ
 • કઠવાડા, દહેગામ, શેલા, મહેમદાવાદમાં ઓડિટોરિયમ પાછળ વધુ 50 કરોડ
 • નાંદેજ, સાણંદમાં ગાર્ડન-તળાવનાં કામ માટે 10 કરોડ
 • સિંગરવામાં પાર્ટીપ્લોટ ખાતે 10 કરોડ
 • મણિપુર, કલોલમાં રમતગમતના મેદાન માટે 10.60 કરોડ
 • વનીકરણના કામ માટે બે કરોડ, સાણંદ, કલોલ, દહેગામ, મહેમદાવાદમાં માળાખાકીય સુવિધા ઊભી કરવા 35.50 કરોડ
 • 168 ગામોનાં વિકાસ કામો માટે 20 કરોડ
 • સ્ટ્રીટલાઈટનાં કામો માટે 9.60 કરોડ, સ્મશાનગૃહનાં કામો માટે 8.20 કરોડ
 • મોટા ગામડાઓમાં આંગણવાડીઓ અને શૌચાલયનાં કામો માટે 50 લાખ
 • ડિજિટલાઇઝેશનનાં કામો માટે એક કરોડ
 • સ્વચ્છતા અભિયાન હેઠળ 50 લાખ
 • સોલર પેનલ ફોર સેલ્ફ સસ્ટેનના કામ માટે 50 લાખ
 • મિલન કેન્દ્ર માટે 4.10 કરોડ
 • બોપલ ફાયર સ્ટેશનના કામ માટે 9.50 કરોડની જોગવાઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો