રાહત:લૉકડાઉન ખૂલ્યાના 10 દિવસ સુધી BS-4 વાહનોનું વેચાણ થઈ શકશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ડીલરોની રજૂઆતથી સુપ્રીમ કોર્ટે આપેલી રાહત

અમદાવાદ: બીએસ-4 વાહનના વેચાણ માટે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીની મુદત આપી હતી. પરંતુ હવે સુપ્રીમે ડીલરોને લૉકડાઉન ખુલ્યાના 10 દિવસ સુધી વાહન વેચવાની  મંજુરી આપી છે. કોર્ટના આ નિર્ણયથી ડીલરોએ હાશકારો અનુભવ્યો છે. 
શહેરમાં BS-4 ધરાવતાં 5000 વાહનનો સ્ટોક, રજિસ્ટ્રેશન પણ થશે
અમદાવાદ શહેર જિલ્લામાં બીએસ-4ના 5000 થી વધુ વાહનનો સ્ટોક ડીલર પાસે હતો. કોરોના વાઈરસના પગલે લૉકડાઉનની સ્થિતિ સર્જાતા વાહનોનું વેચાણ થઈ શક્યું નથી. મોટાભાગના વાહન ડીલરો પાસે બીએસ-4ના વાહનનો જ સ્ટોક હતો. દેશના વાહન ડીલર એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં સમય મર્યાદા વધારવા રજૂઆત કરી હતી આ રજૂઆતના પગલે કોર્ટે નિર્દેશ કર્યો છે કે લૉકડાઉન ખુલ્યા બાદ 10 દિવસ સુધી બીએસ-4ના વાહનોનું વેચાણ કરી શકાશે વેચાણ કરેલા વાહનોનું આરટીઓમાં રજિસ્ટ્રેશન પણ થઈ શકશે. 
વાહન ડીલરોએ હાલ ગભરાવાની જરૂર નથી
સુપ્રીમે રાહત આપી હોવાથી લૉકડાઉન ખુલ્યા બાદ બીએસ-4ના વેચાણ કરેલા વાહનોનું રજિસ્ટ્રેશન થઇ શકશે. જોકે હજુ સરકારે આ અંગે કોઈ પરિપત્ર કર્યો નથી પરંતુ સરકારમાંથી તમામ બાબતોની સ્પષ્ટતા થઇ જશે જેથી વાહન ડીલરોએ હાલ ગભરાવાની જરૂર નથી. વાહન ખરીદનાર લોકોએ  દોડધામ કરવાની જરૂર નથી.- બી.વી. લીંબાસિયા, આરટીઓ

અન્ય સમાચારો પણ છે...