અબ એરપોર્ટ દૂર નહીં:અમદાવાદના એસજી હાઇવેથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા ફરી શરૂ, મેયર સહિતના હોદ્દેદારોએ ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડ કમિટિ ચેરમેન અને પક્ષના નેતાએ બસમાં મુસાફરી કરી
  • કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઇ એરપોર્ટ જશે
  • દૈનિક રૂ.1 લાખની ખોટ થતી હોવાથી વર્ષ 2018માં આ સેવા બંધ કરી દેવામાં આવી હતી

કોરોનાથી રાહત મળતા હવે 100 ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS ઇલેક્ટ્રિક બસ સેવા જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી તેને ફરી શરૂ કરવામાં આવી છે. આજે સાંજે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડ કમિટિ ચેરમેન હિતેશ બારોટ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટએ ઝંડી બતાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મેયર સહિતના હોદ્દેદારોએ બસમાં મુસાફરી પણ કરી હતી.

હવે ટેક્સી-શિક્ષાના ડબલ ભાડાથી રાહત મળશે
અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી કેટલાક પેસેન્જરોને હવે ટેક્સી અથવા રિક્ષા ભાડું મોંઘું પડી રહ્યું છે જેથી તેઓ એરપોર્ટથી સામાન લઈ બહાર સુધી ચાલતાં આવે છે. જેથી મુસાફરોને તકલીફ પડતી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો હતો.

અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા
અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા

ઇલેક્ટ્રીક એસી બસોને 19 કિ.મીના રૂટ પર દોડાવાશે
ઇસ્કોનથી એરપોર્ટ BRTS ઇલેક્ટ્રિક બસ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઇ એરપોર્ટ જશે. 15 જેટલી CCTV સર્વેલનસ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રીક એસી બસો આ 19 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે 6થી રાતે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રિકવનસી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર જ ટિકિટબારી બનાવવામાં આવશે. મુસાફરો 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે.

દિવાળી પહેલા મુસાફરોને બસની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું
દિવાળી પહેલા મુસાફરોને બસની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું

2017માં શરૂ થઈ હતી આ સેવા
વર્ષ 2017માં એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. દૈનિક એક લાખની ખોટ કરતી હતી. પશ્ચિમ વિસ્તારમાંથી આ બસના રૂટના અણઘડ આયોજનના કારણે પેસેજનરો મળતા ન હતા. એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ફરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી પહેલા મુસાફરોને બસની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...