અબ એરપોર્ટ દૂર નહીં:​​​​​​​અમદાવાદના એસજી હાઇવેથી એરપોર્ટ સુધીની BRTS બસ સેવા ફરી શરૂ થશે, દર 30 મિનિટે બસ મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતીકાત્મક છે. - Divya Bhaskar
તસવીર પ્રતીકાત્મક છે.
  • કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઈ એરપોર્ટ જશે
  • દૈનિક રૂ.1 લાખની ખોટ થતી હોવાથી વર્ષ 2018માં આ સેવા બંધ કરી દેવામાં આવી હતી

કોરોનાથી રાહત મળતાં હવે 100 ટકા હવાઈ સેવાઓ ફરી શરૂ થશે, જેથી અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટેશન મળી રહે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઇવેથી એરપોર્ટ સુધી BRTS શટલ બસ સેવા જે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી હતી, એને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ સેવા ફરી ચાલુ કરવામાં આવશે. ડોમેસ્ટિક એરપોર્ટ પરથી કેટલાક પેસેન્જરોને હવે ટેક્સી અથવા રિક્ષા ભાડું મોંઘું પડી રહ્યું છે, જેથી તેઓ એરપોર્ટથી સામાન લઈ બહાર સુધી ચાલતા આવે છે, જેથી મુસાફરોને ફરી આ સેવા મળી રહે એના માટે આ સેવા ફરી ચાલુ કરાશે. જોકે આ બસના રૂટમાં થોડો ફેરફાર કરી હવે એને BRTSના રૂટ પર જ ચલાવવામાં આવશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

મુસાફરોએ 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, એરપોર્ટ બસ શટલ સેવા કર્ણાવતી ક્લબથી ઇસ્કોન સર્કલ, જોધપુર ચાર રસ્તા, શિવરંજની, હિંમતલાલ પાર્ક, IIM, હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, અખબારનગર, RTO, શાહીબાગ થઇ એરપોર્ટનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. 15 જેટલી CCTV સર્વેલન્સ અને એનાઉન્સમેન્ટ સાથેની ઇલેક્ટ્રિક એસી બસો આ 19 કિલોમીટરના રૂટ પર દોડાવવામાં આવશે. સવારે 6થી રાતે 11 વાગ્યા સુધીમાં દર 30 મિનિટે બસની ફ્રિકવન્સી રહેશે. એરપોર્ટ પર પિકઅપ પોઇન્ટ પર જ ટિકિટબારી બનાવવામાં આવશે. મુસાફરોએ 50 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

દિવાળી પહેલાં મુસાફરોને બસની સુવિધા મળી રહેશે
વર્ષ 2017માં એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધીની આ BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી. દૈનિક એક લાખની ખોટ કરતી હતી. પશ્ચિમ વિસ્તારમાંથી આ બસના રૂટના અણઘડ આયોજનને કારણે પેસેન્જનરો મળતા નહોતા. એરપોર્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ફરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિવાળી પહેલાં મુસાફરોને બસની સુવિધા મળી રહે એવું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...