પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ઇફેક્ટ:1 એપ્રિલથી ‌BRTS, AMTSના ભાડાંમાં વધારાની શક્યતા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • મ્યુનિ.ની નવી પાંખ ભાવની સમીક્ષા કરશે

સામાન્ય રીતે એએમટીએસ, બીઆરટીએસમાં 1 એપ્રિલની સ્થિતિએ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરીને ખાનગી કોન્ટ્રાક્ટરના ભાવ અને ભાડામાં વધારો કરાતો હોય છે. અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે ત્યારે જો આ ફોર્મ્યુલા પ્રમાણે સમીક્ષા કરાય તો ભાડાં વધવાની શક્યતા છે. ચૂંટાયેલી પાંખની નવી બોડી ભાવ વધારો કરશે કે કેમ? તે બાબત મહત્ત્વની સાબિત થશે.

બીઆરટીએસમાં ચાલુ વર્ષે નવી 150 ઇલેક્ટ્રિક બસની જાહેરાત થઈ હતી. જોકે હાલ નવી ઇલેક્ટ્રિક બસો આવે તેવી સ્થિતિ દેખાતી નથી. મહત્તમ બસો ડીઝલ આધારિત દોડે છે અને ડીઝલના ભાવમાં ગત એપ્રિલની સ્થિતિએ ખૂબ વધારો થયો છે. આ શક્યતા ધ્યાને લેતા બીઆરટીએસ-એએમટીએસનાં ભાડાં વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...