તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક કિસ્સો:અમદાવાદના પોશ વિસ્તારમાં પ્રોપર્ટી વિવાદમાં પતિએ ભાઈઓ સાથે મળી પત્ની અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફ્લેટ ખાલી કરવા જાનખી મારી નાખવાની ધમકી મળતા મહિલાએ પતિ અને તેના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

શહેરના પોશ વિસ્તાર એવા પ્રહલાદનગરમાં એક મહિલાએ પોતાના પતિ તથા પતિના બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે પતિ તથા તેના ભાઈઓ સંપત્તિના વિવાદ માટે તેને તથા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જેથી તેણે આ ત્રણેય વિરુદ્ઘ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રોપર્ટીનો વિવાદ પોલીસ સુધી પહોંચ્યો
મળતી જાણકારી મુજબ, 54 વર્ષની મહિલાના 27 વર્ષ પહેલા 1994માં લગ્ન થયા હતા. જોકે લગ્ન બાદથી જ તેના પતિએ તેની સાથે મારામારી કરવાનું શરૂ કરી દીધું. જોકે તે પોતાના લગ્ન ટકાવી રાખવા ઈચ્છતી હોઈ તેણે પતિ સાથે રહેવાનું ચાલું રાખ્યું અને આ દરમિયાન તેમને એક દીકરો અને એક દીકરીને જન્મ આપ્યો.

આનંદનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
આનંદનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

પતિ પત્નીને છોડીને ભાઈ સાથે રહેવા લાગ્યો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાના સંતાનો મોટા થયા બાદ પણ પતિ તેની સાથે નાની નાની વાતમાં મારઝૂડ કરતો હતો. આથી તેણે પોતાની 21 વર્ષની દીકરીને અભ્યાસ માટે લંડનમાં મોકલી દીધી અને 25 વર્ષનો દીકરો તેની સાથે પ્રહલાદનગરના ઘરમાં રહે છે. જોકે અંદાજે 6 મહિના પહેલા પતિ મહિલા અને દીકરાને છોડીને ભાઈઓ સાથે આનંદનગરમાં આવેલા ફ્લેટમાં રહેવા લાગ્યો.

સંપતિ માટે જાનથી મારી નાખવાની ધમકી મળી
મહિલાનો આરોપ છે કે, આ બાદ પતિના બંને ભાઈઓ તેના ઘરે આવ્યા અને દીકરા તથા તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે ફરિયાદમાં વધુમાં કહ્યું કે, બુધવારે તેઓ ઘરે આવ્યા હતા અને ધમકી આપીને ફ્લેટ ખાલી કરવા માટે જણાવ્યું હતું. જેથી મહિલાએ પોલીસનો સંપર્ક કરીને પતિ તથા તેના બે ભાઈઓ વિરુદ્ધ ઈજા પહોંચાડવાની, ધમકી આપવાની તથા ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...