તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ભાઈનો મિત્ર ફોન પર બિભત્સ માગણી કરતા યુવતીની ફરિયાદ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ ઘરે જાણ કરી તો ધમકી આપી હતી
  • નિકોલમાં રહેતી યુવતીએ મોબાઈલ નંબર બ્લોક કરતા ઘરે આવીને છેડતી કરતો હતો

નારોલમાં રહેતી એક યુવતીને તેના ભાઈનો મિત્ર રૂબરૂ તેમ જ મોબાઈલ પર બિભત્સ માંગણી કરતો હતો. આ મામલે યુવતીએ પરિવારને જાણ કરતા યુવકે યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરે છે. તેના ભાઈનો એક મિત્ર યુવતીના ઘરે કોઈ ન હતું ત્યારે આવ્યો હતો. યુવતીએ તેને આવવાનું કારણ પુછતા તેણે ‘બસ તને મળવા આવ્યો છું’ તેમ કહી યુવતીનો હાથ પકડી લીધો હતો અને છેડતી કરવા લાગ્યો હતો. યુવતીએ તેનો વિરોધ કર્યો હતો અને તેને ધક્કો મારી ઘરની બહાર જવાનું કહેતા તે ઘરમાંથી ચાલ્યો ગયો હતો. જોકે ત્યારબાદ તે અવાર નવાર યુવતીને પ્રેમસંબંધ બાંધવા માટે ફોન કરીને હેરાન પરેેશાન કરતો હતો.

આ બાબતથી કંટાળી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક કરી લધઓ હતો. યુવકને તેના નંબર યુવતીએ બ્લોક કરી દીધા હોવાની જાણ થતા તે ઉશ્કેરાયો હતો અને થોડા દિવસો પછી તે ફરી તેના ઘરે આવ્યો હતો અને તેનો નંબર બ્લોકમાંથી કાઢી નાંખવાનુ કહ્યું હતું. જોકે યુવતીએ ઈનકાર કરતા તેણે ફોનમાં વોઈસ રેકોર્ડિંગ કરી બિભત્સ માંગણી કરતા કંટાળેલી યુવતીએ આ બાબતે તેના પરિવારજનોને જાણ કરી હતી.આ મામલે યુવતીના પરિવારજનોને જાણ કરી હતી, જેની ખબર પડતા યુવકે યુવતીને ધમકી આપી હતી કે, જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. જોકે અંતે યુવતીએ તેના ભાઈના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...