તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રક્ષાબંધન સ્પેશિયલ:કોરોના વોરિયરઃ ભાઈ જૂનાગઢમાં DDO, એક બહેન રાયગઢના કલેક્ટર તો બીજા સુરતમાં DCP, ભાગ્યેજ સાથે મનાવે છે રક્ષા બંધન

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • રક્ષાબંધન તહેવાર કરતા દેશની રક્ષાને આપે છે પ્રાધાન્ય
  • કોરોનાનાં કારણે આ વર્ષે પણ બન્ને બહેનો ઓનલાઇન રાખડી બાંધશે

શ્રાવણ મહિનાની પૂનમે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરાય છે. પરંતુ દેશ સેવા અને ફરજો સાથે જોડાયેલા અનેક ભાઈ-બહેન રક્ષાબંધનનો આ તહેવાર સાથે ઉજવી શકતા નથી. આજે વાત કરવી છે કોરોના વોરિયર એવા IAS અને IPS ભાઈ-બહેનોની. મૂળ રાજસ્થાનના અને ગુજરાત કેડરમાં IAS ઓફિસર પ્રવિણ ચૌધરીને બે મોટી બહેનો છે. બંને IAS અને IPS ઓફિસર છે. રક્ષાબંધન તહેવાર કરતા દેશની રક્ષા અને ફરજને તેઓ પ્રાધાન્ય આપે છે. તેઓ દેશ સેવામાં હાજર રહી અને કોરોનાનાં કારણે આ વર્ષે પણ બંને બહેનોના હાથે રાખડી નહીં બાંધી ઓનલાઇન રાખડી બાંધશે.

જૂનાગઢ DDO પ્રવિણ ચૌધરીના એક બહેન IAS તો બીજા બહેન IPS
મૂળ રાજસ્થાનના રહેવાસી ગુજરાત કેડરના 2014ના IAS અને હાલમાં જૂનાગઢ DDO પ્રવિણ ચૌધરીની બે મોટી બહેન છે.જેમાં સૌથી મોટી બહેન નિધિ ચૌધરી મહારાષ્ટ્રના રાયગઢની કલેકટર છે. જ્યારે બીજી બહેન વિધિ ચૌધરી IPS છે અને હાલમાં સુરતમાં ઝોન 3 DCP તરીકે ફરજ બજાવે છે.

IAS પ્રવિણ ચૌધરીને રાખડી બાંધતા IPS વિધિ ચૌધરી
IAS પ્રવિણ ચૌધરીને રાખડી બાંધતા IPS વિધિ ચૌધરી

દેશ સેવામાં જોડાયેલા હોવાથી ક્યારેક જ આ તહેવાર સાથે ઉજવ્યો છે
પ્રવિણ ચૌધરીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક બહેન IAS અને બીજી IPS ઓફિસર છે. રક્ષાબંધનએ લાગણી સાથે જોડાયેલો તહેવાર છે. ત્રણેય ભાઈ- બહેન સરકારી અધિકારીઓ છે અને દેશ સેવામાં જોડાયેલા છે જેથી આ તહેવાર ક્યારેક જ સાથે ઉજવી શક્યા છે. ત્રણેયના પોસ્ટિંગ દર રક્ષાબંધનમાં અલગ અલગ શહેરમાં હોય છે અને ખાસ કરીને વિધિ આ તહેવારમાં આવી શકતી નથી કારણકે તેઓ IPS ઓફિસર છે અને તહેવારો દરમિયાન લો એન્ડ ઓર્ડરની જવાબદારી હોય છે, સ્ટેન્ડ ટુ હોય છે જેના કારણે તેઓ રક્ષાબંધનમાં રાખડી મોકલી આપે છે અને વીડિયો કોલ કરી રાખડી બાંધીએ છીએ.

IAS પ્રવિણ ચૌધરીને રાખડી બાંધતા IAS નિધિ ચૌધરી
IAS પ્રવિણ ચૌધરીને રાખડી બાંધતા IAS નિધિ ચૌધરી

2018માં બન્ને બહેનોએ ઘરે આવીને રાખડી બાંધી હતી
છેલ્લે વર્ષ 2018માં જયારે જુનાગઢમાં પોસ્ટિંગ હતું ત્યારે રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલા બંને બહેનો જૂનાગઢ આવી હતી અને રાખડી બાંધી રક્ષાબંધન પર પરત પોતાના ફરજ પર હાજર થઈ ગઈ હતી. આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે સતત ફરજ પર હાજર છીએ. આ વર્ષે પણ બંને બહેનોએ રાખડી મોકલી આપી છે અને વીડિયો કોલ કરી રાખડી બાંધી તહેવાર ઉજવીશું.

વર્ષમાં એકવાર ત્રણેય ભાઈ- બહેન સાથે મળી એકબીજા સાથે સમય ગાળે છે
વર્ષમાં એકવાર ત્રણેય ભાઈ- બહેન સાથે મળી એકબીજા સાથે સમય ગાળે છે

અમે વર્ષમાં એકવાર ભેગા મળીને સાથે સમય ગાળીએ છીએ
સુરતમાં ઝોન 3 તરીકે ફરજ બજાવતા વિધિ ચૌધરીએ divyabhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોટાભાગે રક્ષાબંધન હોય કે અન્ય તહેવાર ભાઈ- બહેનો સાથે ઉજવી શકતા ન હતા. છેલ્લે 2018માં રક્ષાબંધનમાં બંને બહેનોએ એડવાન્સમાં જઈ ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી લીધી હતી. રક્ષાબંધનમાં ત્રણેય ભાઈ- બહેન સાથે નથી મળી શકતા પરંતુ વર્ષમાં એકવાર તો અમે ત્રણેય ભાઈ- બહેન સાથે મળી એકબીજા સાથે સમય ગાળીએ છીએ. આ વર્ષે કોરોના મહામારી છે અને હું પોતે પણ કોરોના પોઝિટિવ આવી હતી. આ મહામારીના સમયમા રજા ન જ લેવાય અને હાલમાં ડયુટી પણ જરૂરી છે.

વિધિ ચૌધરી 2009માં IPS, નિધિ ચૌધરી 2012માં IAS બન્યા
મૂળ રાજસ્થાનના નાગોર મારવાડના રહેવાસી પ્રવિણ ચૌધરીના પિતા રાજસ્થાનમાં PHD ડિપાર્ટમેન્ટમાં જુનિયર એન્જિનિયર અને માતા હાઉસવાઈફ છે. ત્રણેય ભાઈ બહેનના સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ વર્ષ 2008માં બીજા નંબરના બહેન વિધિએ UPSCની તૈયારીઓ શરૂ કરી હતી. 2008માં તેઓએ UPSCની પરીક્ષા આપી હતી. 2009માં વિધિએ UPSC ક્લિયર કર્યું હતું અને ગુજરાત કેડરમાં તેઓ IPS બન્યા હતા. વિધિના IPS બની ગયા બાદ મોટા બહેન નિધિએ મેટરનીટી લિવમાં UPSC પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને 2011માં પરીક્ષા આપી પરંતુ ક્લિયર થઇ નહોતી. 2012માં તેઓએ UPSC પાસ કરી લીધું અને મહારાષ્ટ્ર કેડરમાં તેઓ IAS બન્યા હતા.

વિધિ અને પ્રવિણને ગુજરાત તો નિધિને મહારાષ્ટ્ર કેડર મળી
બંને બહેનો UPSC ક્લિયર કરી IAS અને IPS બન્યા બાદ પ્રવિણ 2012માં IIT મદ્રાસ ખાતે M. TECHનો અભ્યાસ કરતા હતા અને AIRBUSમાં તેમને નોકરી મળી હતી. બંને મોટી બહેનોએ UPSCની પરીક્ષા આપવાનું કહેતા પ્રવિણ દિલ્હી તૈયારી માટે ગયા હતા. 2012-13ની આસપાસ વિધિનું ભુજ ખાતે પોસ્ટિંગ હતું. પ્રવિણે ત્યાં તેમની પાસે તૈયારીઓ શરૂ કરી હતી અને 2014માં UPSCની પરીક્ષા પાસ કરી હતી. 2009ની સમયમાં UPSCમાં કેડર સિલેક્શન કરી શકતા હતા. રાજસ્થાનની સંસ્કૃતિ સાથે ગુજરાત થોડું ઘણું મળતું આવે છે જેથી ત્રણેય ભાઈ બહેનોએ પહેલું રાજસ્થાન, બીજું ગુજરાત અને ત્રીજું મહારાષ્ટ્ર રાજ્યને પ્રેફરન્સ આપ્યો હતો જેમાં વિધિને ગુજરાત અને નિધિને મહારાષ્ટ્ર જ્યારે પ્રવિણને ગુજરાત કેડર મળી હતી.

ત્રણેયની સફળતા પાછળ માતાનો સિંહફાળો
ત્રણેય ભાઈ-બહેનને સફળ બનાવવા પાછળનો સિંહ ફાળો તેમની માતાનો છે. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમની કોમ્યુનિટીમાં છોકરીઓને માત્ર સ્કૂલ સુધી જ અભ્યાસ કરવા દેતા હતી પછી લગ્ન કરાવી દેતા હતા. પરંતુ માતાએ કહ્યું કે હું મારી દિકરીઓને ભણાવીશ અને તેઓ આજે IAS અને IPS છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser