કાર્યવાહી:બંધ કંપનીના શેરનો ભાવ 9.60થી વધારી 490 કરવા બદલ 30ને દંડ, ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવા બદલ બ્રોકરને 1.92 કરોડ દંડ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 બ્રોકરને નોટિસ આપવા ઉપરાંત ડિમેટ એકાઉન્ટ પણ બંધ કરાયાં

સિક્યુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા તાજેતરમાં બંધ કંપનીઓના શેરની કૃત્રિમ માગમાં વધારો કરી તેના ભાવમાં ઉછાળો લાવી મોટા પાયે નફો રળી લેતા વેપારીઓ અને પેઢીઓ ઉપર તપાસ શરૂ કરાઈ છે. શહેરના 30 વેપારીઓને ઝડપીને તેમને નોટિસ આપી રૂ.1.92 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બ્રોકરો દ્વારા તાજેતરમાં અમદાવાદ ગેસ નામની બંધ કંપનીના શેરના ભાવ રૂ. 9.60થી ઉછાળીને રૂ. 490 કરીને મોટો નફો રળ્યો હતો.

આ કેસમાં એકસેલ કેસટ્રોનીક જે પહેલા અમદાવાદ ગેસના નામે ઓળખાતી હતી. આ અમદાવાદ ગેસ લિમિટેડમાં મર્જર કરવાના સમાચાર ઉપર જુદા જુદા 30 જેટલા વેપારીઓએ શેરના ભાવમાં રૂ. 9.60થી વધારી રૂ. 490 સુધી ઊંચા લઇ જઇને મોટા પ્રમાણમાં નફો કર્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. આમ કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હતા. આ વેપારીઓના ડીમેટ એકાઉન્ટ પણ 5 વર્ષ માટે ઓપરેટ ના કરી શકે તેવો સ્ટે મુકવામાં આવ્યો છે. સેબી દ્વારા દ્વારા અમદાવાદની 40 કંપનીની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં મોટાપાયે કાર્યવાહી થાય તેવી શક્યતા છે.

આ પેઢી-બ્રોકરોને સેબીએ નોટિસ આપી
મદીયાર ગ્રૂપ, સંપતિ ફાઇનાન્સિયલ, તન્ના ગ્રૂપ અને ભટ્ટ ગ્રૂપ, તારક ગ્રૂપ, વર્ધમાન ઇન્ફ્રાકોન, એસ.જે. ઇન્ફ્રા સુરેશ ઠક્કર ગ્રૂપ, મનુભાઇ વાઘેલા ગ્રૂપ, રમણ જાદવ ગ્રૂપ, કાંતિલાલ પારેખ ગ્રૂપ, અરૂણ તુલસીયા ગ્રૂપ, અશીત ટેકસફેબ ગ્રૂપ, પરિસીમા શાહ ગ્રૂપ જેવા 30 બ્રોકરની સંડોવણી પકડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...