તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં બબાલ:અમદાવાદ સિવિલમાં સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર મારામારી, વર્ગ-4ના કર્મચારી સાથે કમિટી સભ્ય દ્વારા ઝપાઝપી કરાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
સિવિલમાં બનેલી મારા મારીની ઘટ�
  • વર્ગ-4ના કર્મચારી સાથે કમિટીના કોઈ સભ્યોની ઉગ્ર બોલાચાલી થઈ હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારી સાથે મારામારી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. ગુરુવારે વર્ગ-4ના કર્મચારી સાથે કમિટીના કોઈ સભ્યોની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ સમયે મામલો એટલો ઉગ્ર થઈ ગયો કે ગાળા-ગાળી અને ઝપાઝપી સુધી મામલો પહોંચી ગયો હતો. જેમાં વર્ગ-4ના કર્મચારીને ખેંચીને ઝપાઝપી થતી હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. આ બાબતની જાણ પોલીસ સુધી થઈ છે. હાલ આના મૂળ જાણવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

સિવિલના કર્મચારી પર લાંચ લેવાના આક્ષેપ લાગ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર્ગ-4નો એક કર્મચારી સિવિલના સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ બહાર જોર જોરથી બૂમો પાડીને અન્ય કર્મચારી પર પૈસા લેવાના આક્ષેપ કરી રહ્યો છે. જ્યારે કમિટી સભ્ય તેની સાથે ઝપાઝપી કરીને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રસાય કરી રહ્યો છે. વીડિયોમાં દેખાતો વર્ગ-4નો કર્મચારી પોતાની હત્યા થઈ જશે તેવી વાત પણ બોલતા દેખાઈ રહ્યો છે.

પોલીસ સુધી પહોંચ્યો મામલો
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે. ગઈકાલે વર્ગ -4 ના કર્મચારીઓની કોઈ બાબતને લઈને ઝઘડો થયો છે જેથી મે ચીફ સિક્યુરિટી અધિકારીને જણાવ્યું હતું પરંતુ તેમનાથી નિરાકરણ ના થતાં પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર આવીને કાર્યવાહી કરું છે. કયા કારણથી ઝઘડો થયો છે તે મને ખબર નથી તે જાણવા પ્રયત્ન કરી રહ્યો છું.